(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: ભારતની હાર બાદ શ્રેયસ અય્યરે કર્યા ન્યૂઝીલેન્ડના વખાણ, જણાવ્યું ક્યાં ફોર્મ્યૂલાથી મેચ જીતી શકે એમ હતા
ન્યૂઝીલેન્ડે ODI શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં કેન વિલિયમસન અને ટોમ લાથમની જોડી ભારત પર ભારે પડી હતી.
Shreyas Iyer IND vs NZ: ન્યૂઝીલેન્ડે ODI શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં કેન વિલિયમસન અને ટોમ લાથમની જોડી ભારત પર ભારે પડી હતી. આ બંને વચ્ચે 221 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતની હાર બાદ શ્રેયસ અય્યરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. અય્યરે પણ ODI વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે હું વધુ આગળનું વિચારતો નથી.
શ્રેયર અય્યરે વિલિયમસન અને લાથમની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, “તે ખૂબ સારું રમ્યો. તેણે જે રીતે બોલરોને નિશાન બનાવ્યા તે અસરકારક હતું સમય મહત્વનો હતો. મને લાગે છે કે તેમની ભાગીદારીએ રમતનો માહોલ બદલી નાખ્યો. આ બંનેની પ્રશંસા થવી જોઈએ. તેણે લૂઝ ડિલિવરીને ટાર્ગેટ કરી. મને લાગે છે કે તેનાથી તેની જીતમાં મદદ મળી.
ભારતની મેચ જીતવાના સવાલ પર તેણે કહ્યું કે, અમે દબાણ બનાવી શક્યા હોત. જો લાથમે બેટિંગ સમયે વધુ સારી કોશિશ કરી હોત તો સ્થિતિ અલગ હોત. અમે આક્રમક ફિલ્ડિંગ દ્વારા મેચનું પરિણામ બદલી શક્યા હોત. તે અમારા માટે એક પાઠ સમાન છે." ODI વર્લ્ડ કપના સવાલ પર ભારતીય બેટ્સમેને કહ્યું, "મને બહુ આગળ વિચારવાનું પસંદ નથી. મારા હાથમાં જે છે તે હું કરી રહ્યો છું. હું ટ્રેનિંગ કરી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 306 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કરતા 80 રન બનાવ્યા હતા. તેણે 76 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. શુભમન ગિલે 50 રનની ઇનિંગ રમી હતી. ગિલે 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. શિખર ધવને 72 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
307 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડે ફિન એલન (22)ના રૂપમાં તેની પ્રથમ વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. દેવન કોનવે (24) પણ કુલ 68 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલ (11) પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. કિવી ટીમે 19.5 ઓવરમાં 88 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન કેન વિલિયમસને ટોમ લાથમ સાથે મળીને 164 બોલમાં 221 રનની અણનમ ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. કિવી ટીમે 47.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઉમરાન મલિકને બે અને શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.