T20 Live Streaming: આજે ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે બીજી ટી20, આ ચેનલ અને આ એપ પરથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ
આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આજે ફરી એકવાર બન્ને ટીમો સીરીઝમાં જીત સાથે શરૂઆત કરવા માઉન્ટ મોંગનાઇના બે ઓવલ મેદાનમાં ઉતરશે. બન્ને ટીમોનો વર્લ્ડકપ સારો રહ્યો હતો પરંતુ ચેમ્પીયન બનવામાં નિષ્ફળ રહી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ ચૂકી છે. જાણો આ મેચ ક્યાંથી ને કેટલા વાગે જોઇ શકાશે લાઇવ..
ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ ગયા બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.
શું હશે મેચનું ટાઇમિંગ -
ભારત અને ન્યૂઝીલેન્ડની બીજી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે.
ક્યાં રમાશે પહેલી ટી20 મેચ
સીરીઝની બીજી ટી20 મેચ માઉન્ટ મોંગનાઇના બે ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
Excitement will be at its peak when 🇮🇳 & 🇳🇿 go head to head!
— prime video IN (@PrimeVideoIN) November 17, 2022
💙 to get reminded when the match goes underway.
Live and exclusive only on @PrimeVideoIN#NZvINDonPrime #CricketOnPrime #NZvIND pic.twitter.com/RSEWwZbjiB
Should India permanently appoint Hardik Pandya as their T20I captain? 🤔#NZvINDhttps://t.co/HSkvcV5ebo
— ICC (@ICC) November 18, 2022