IND Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે અગાઉ ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ કારણે ચૂકવવા પડશે લાખો રૂપિયા
હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું.
ICC Fine Team India: હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં સ્લો ઓવર રેટ બદલ ટીમ ઇન્ડિયાને આઇસીસીએ દંડ ફટકાર્યો હતો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમ પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં ભારતે ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો હતો.
🚨 JUST IN: India have been fined for maintaining a slow over-rate in the first #INDvNZ ODI.
— ICC (@ICC) January 20, 2023
Details 👇https://t.co/HavBvJADyq
ટીમ ઈન્ડિયાને 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. અમીરાત આઇસીસી એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને નિર્ધારિત સમય કરતા ત્રણ ઓવર ઓછી બોલિંગ કરવા બદલ દોષી ગણાવી હતી. જેના કારણે મેચ રેફરીએ ભારતીય ટીમ પર મેચ ફીના 60 ટકાનો દંડ લગાવ્યો છે.
શું છે ICCનો નિયમ?
ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, ખેલાડીઓ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તો તેમની પ્રત્યેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે નિર્ધારિત સમયમાં ત્રણ ઓવર ઓછી ફેંકી હતી. એટલા માટે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેદાન પરના અમ્પાયર અનિલ ચૌધરી અને નીતિન મેનન, થર્ડ અમ્પાયર કેએન અનંતપદ્મનાભન અને ચોથા અમ્પાયર જયરામ મદન ગોપાલ દ્વારા લાદવામાં આવેલ ચાર્જનો સ્વીકાર કર્યો. તેથી હવે આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં. હૈદરાબાદમાં રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું.
IND vs NZ 2nd ODI Live Streaming: આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે, ક્યારે ને ક્યાંથી જોઇ શકશો લાઇવ ટેલિકાસ્ટ, જાણો
IND vs NZ 2nd ODI Live Streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે સીરીઝની બીજી વનડે મેચ રમાશે, કીવી ટીમ અત્યારે ભારતના પ્રવાસે છે અને અહીં હાલમાં તે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ કીવી ટીમને 12 રનોથી હાર આપી હતી, જોકે, આ મેચનો ફેંસલો છેલ્લી 50મી ઓવરમાં થયો હતો, આ રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝમાં અત્યારે 1-0થી લીડ બનાવી લીધી છે