(Source: ECI | ABP NEWS)
IND vs PAK Super 4 : પાકિસ્તાન ફરી ઘૂંટણિયે પડી ગયું... ભારતનો 6 વિકેટથી શાનદાર વિજય, ગિલ અને અભિષેકની તોફાની ઇનિંગ્સ
Asia Cup IND vs PAK દુબઈમાં આજે ફરી થશે મહામુકાબલો, પાકિસ્તાન બદલો લેવા મેદાને ઉતરશે; પિચ રિપોર્ટ, લાઈવ સ્ટ્રીમિંગ અને સંભવિત પ્લેઇંગ 11ની વિગતો અહીં મેળવો.
LIVE

Background
Asia Cup IND vs PAK : એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં આજે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે. લીગ સ્ટેજમાં ભારત સામે મળેલી હારનો બદલો લેવા પાકિસ્તાન આ મેચમાં પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. જોકે, ટીમ ઈન્ડિયા પણ ફરી એકવાર જીતનો દાવો કરવા માટે ફેવરિટ તરીકે ઉતરશે. આ મેચની તમામ મહત્વપૂર્ણ વિગતો, પિચ રિપોર્ટ અને લાઈવ સ્ટ્રીમિંગની માહિતી અહીં આપવામાં આવી છે.
મેચની વિગતો અને બે ટીમો વચ્ચેનો મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ હાઇ-વોલ્ટેજ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે ટોસ થશે અને મેચની શરૂઆત રાત્રે 8:00 વાગ્યે થશે. લીગ સ્ટેજની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે સરળતાથી હરાવ્યું હતું. પરંતુ આ સુપર-4ની મેચ છે, જેનું મહત્વ ઘણું વધારે છે. ભારતીય ટીમ પોતાની મુખ્ય પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતરી શકે છે, જ્યારે પાકિસ્તાન પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર હશે.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
દુબઈની આ પિચ પર સામાન્ય રીતે સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળે છે. પિચ ધીમી અને સૂકી રહેવાની ધારણા છે. શરૂઆતમાં બેટ્સમેનોને રન બનાવવામાં સરળતા રહેશે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે અને બોલ જૂનો થશે તેમ તેમ બેટિંગ મુશ્કેલ બનતી જશે. સ્પિનરો માટે બોલ પર પકડ જમાવવી સરળ રહેશે અને બેટ્સમેનોને તેમના સામે મોટા શોટ રમવા માટે સંઘર્ષ કરવો પડશે. અહીં ઝાકળની ખાસ અસર રહેવાની શક્યતા નથી.
મેચનું લાઈવ પ્રસારણ ક્યાં જોશો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રોમાંચક મેચ તમે વિવિધ પ્લેટફોર્મ પર જોઈ શકો છો. ટીવી પર જોવા માટે તમે Sony Sports નેટવર્કની ચેનલો પર મેચનું લાઇવ પ્રસારણ માણી શકો છો. આ ઉપરાંત, મેચનું પ્રસારણ DD Free Dish પર પણ કરવામાં આવશે, જેથી દર્શકો તેને મફતમાં જોઈ શકે. મોબાઈલ પર મેચ જોવા માંગતા દર્શકો માટે SonyLIV એપ એક સારો વિકલ્પ છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
ભારત: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન: સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહેમદ, હરિસ રૌફ અને શાહીન શાહ આફ્રિદી.
Asia Cup 2025 IND vs PAK Super 4 Match Full Highlights: ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
ભારતે 2025 એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પણ પાકિસ્તાનને હરાવ્યું છે.
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા.
જવાબમાં ટીમ ઇન્ડિયાએ 7 બોલ બાકી રહેતા ટાર્ગેટ મેળવી લીધો.
ભારત તરફથી અભિષેક શર્માએ 39 બોલમાં 74 રન અને શુભમન ગિલે 28 બોલમાં 47 રન બનાવ્યા.
બંનેએ ભારતની જીતનો પાયો નાખ્યો. અંતે, તિલક વર્મા 19 બોલમાં 30 રન બનાવી અણનમ રહ્યા.
હાર્દિક પંડ્યા પણ 7 બોલમાં 7 રન બનાવી અણનમ રહ્યા.
Asia Cup IND vs PAK Live Score: ભારતે પોતાની ચોથી વિકેટ ગુમાવી
ભારતે 16.4 ઓવરમાં 148 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. સંજુ સેમસન 17 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો. જોકે, ભારતને જીત માટે 20 બોલમાં માત્ર 24 રનની જરૂર છે.




















