IND vs PAK: આજે ગીલ અને ઇશાન બન્ને રમશે ? તો બેટ્સમેનને રોહિત કરશે બહાર, જાણો
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર સૌની નજર છે.
India vs Pakistan: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર સૌની નજર છે. ભારતીય પ્લેઈંગ કૉમ્બિનેશનમાં સૌથી મોટો સવાલ એ છે કે શુબમન ગીલ રમશે કે નહીં? અત્યાર સુધીના તમામ રિપોર્ટ્સ અને અપડેટ્સને જોતા એવું લાગે છે કે શુભમન ગીલનું રમવાનું લગભગ નક્કી છે અને ઇશાન કિશન કે શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે.
શુભમન ગીલ ગયા અઠવાડિયે ડેન્ગ્યૂથી સંક્રમિત જોવા મળ્યો હતો, ત્યારબાદ તેને બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. સાવચેતીના પગલા તરીકે તેમને ચેન્નાઈની એક ખાનગી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ થોડા કલાકો બાદ ડોક્ટરે ગીલને રજા આપી દીધી હતી.
શું ગીલ રમશે કે નહીં ?
ડેન્ગ્યૂના કારણે શુભમન ગીલ પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો, પરંતુ પાકિસ્તાન મેચ પહેલા તેણે અમદાવાદ જઈને 2 દિવસ સુધી નેટ્સમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. ભારત-પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા શુભમન ગીલે બેટિંગ માટે ખુબ પ્રેક્ટિસ કરી હતી, અને રવિચંદ્રન અશ્વિનના બૉલને ખૂબ સારી રીતે રમી રહ્યો હતો. નેટ પ્રેક્ટિસ દરમિયાન અશ્વિન એક બૉલ પણ શુભમન ગીલ હંફાવી શક્યો ન હતો, જોકે શુભમન ગીલ મોહમ્મદ શમીના બોલ પર થોડી સાવધાની સાથે રમી રહ્યો હતો.
વળી, ઈશાન કિશને શુક્રવારે પ્રેક્ટિસ કરી ન હતી, જેનો અર્થ એ છે કે કદાચ શુભમન ગીલ પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે અને જો શુભમન ગીલ રમે છે તો કદાચ ઈશાન કિશન અથવા શ્રેયસ અય્યર એક ખેલાડી હશે. બહાર બેસવું પડી શકે છે. જોકે ટીમની સંભાવનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે ઈશાન કિશનને બહાર બેસવું પડશે. જોકે, એક બીજા રિપોર્ટ અનુસાર, શુભમન ગીલ અને ઇશાન કિશન બન્ને યુવાઓને ટીમમાં સામેલ કરવામાં આવશે અને શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે, કેમ કે અય્યર હાલમાં ફોર્મમાં નથી, તો વળી ઇશાન કિશને અફઘાનિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી.