શોધખોળ કરો

IND vs PAK: વિરાટ કોહલી આ વર્લ્ડ રેકોર્ડની ખૂબ નજીક છે, પાકિસ્તાન સામે રચશે ઇતિહાસ?

Virat Kohli: એશિયા કપ સુપર-4માં પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ખૂબ જ ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.

Virat Kohli's Record: રવિવારે (10 સપ્ટેમ્બર) એશિયા કપના સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી અને હવે મેચ આજે એટલે કે રિઝર્વ ડે પર તે જ જગ્યાએથી શરૂ કરવામાં આવશે જ્યાં તે ગઈકાલે અટકાવવામાં આવી હતી. વરસાદ શરૂ થયો તે પહેલા ભારતીય ટીમે 24.1 ઓવર રમી હતી. ભારત તરફથી, વિરાટ કોહલી 8* અને કેએલ રાહુલ 17* રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. હવે આજે કિંગ કોહલી ચોક્કસપણે વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવા માંગશે.

આજે પાકિસ્તાન સામેની મેચ દ્વારા વિરાટ કોહલી ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 13,000 રન બનાવનાર ખેલાડી બની શકે છે. હાલમાં ODIમાં સૌથી ઝડપી 13,000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 321 ODI ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. જ્યારે કોહલી પોતાની 267મી વનડે ઇનિંગમાં જ આ ખાસ આંકડાને સ્પર્શી શકે છે.

કોહલીને માત્ર 90 રનની જરૂર છે

પાકિસ્તાન સામેની રોકાયેલી મેચમાં કોહલી 8 રન બનાવીને અણનમ છે. આ 8 રન સાથે કોહલીએ વનડેમાં 12910 રન પૂરા કરી લીધા છે. હવે તેને 13,000 રનનો આંકડો પાર કરવા માટે માત્ર 90 રનની જરૂર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું કોહલી પાકિસ્તાન સામેની મેચમાં ઈતિહાસ રચી શકશે કે નહીં.

પાકિસ્તાન સામે ભારત સારા ફોર્મમાં જોવા મળી રહ્યું છે

તમને જણાવી દઈએ કે સુપર-4ની ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ તરફથી સારી શરૂઆત જોવા મળી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 100 બોલમાં 121 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જો કે ત્યારબાદ બંને બેટ્સમેનોએ પોત-પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદ પહેલા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવી લીધા હતા.

મેચમાં ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ-11

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાન ટીમઃ ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હારીસ રઉફ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Embed widget