IND vs SA: ભારતનો ત્રીજી વન-ડેમાં 78 રનથી વિજય, સાઉથ આફ્રિકા સામે જીતી સીરિઝ
IND vs SA 3rd ODI: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે સીરિઝમા તેના પર ઘરઆંગણે હરાવ્યું છે
IND vs SA 3rd ODI Scorecard: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે સીરિઝમા તેના પર ઘરઆંગણે હરાવ્યું છે. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 78 રનથી હરાવ્યું હતું. પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી અને સંજુ સેમસનની સદીની મદદથી 296 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 🏆
— BCCI (@BCCI) December 21, 2023
Congratulations to the @klrahul-led side on winning the #SAvIND ODI series 2-1 👏👏#TeamIndia pic.twitter.com/QlaAVLdh6P
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી પરંતુ રજત પાટીદાર (22) અને સાઈ સુદર્શન (10)એ પણ એક પછી એક વિકેટ ગુમાવી હતી. ભારતીય ઓપનિંગ જોડી 49 રનના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. અહીંથી સંજૂ સેમસન અને કેપ્ટન કેએલ રાહુલ (21) વચ્ચે 50 રનની ભાગીદારી થઈ અને ત્યારબાદ સંજૂ અને તિલક વર્માએ 135 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 200થી આગળ લઈ ગઈ હતી.
સંજૂની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી
તિલક વર્માના આઉટ થયા બાદ સંજૂ સેમસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 114 બોલમાં 108 રન કરીને આઉટ થયો હતો. સંજૂની વિકેટ 246 રનના કુલ સ્કોર પર પડી હતી. આ પછી રિંકુ સિંહ (38) અને વોશિંગ્ટન સુંદર (14)એ ઝડપી રન કરીને ટીમ ઈન્ડિયાને 300ની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
આ રીતે ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બ્યુરેન હેન્ડ્રિક્સે ત્રણ અને નાન્દ્રે બર્જરે બે વિકેટ ઝડપી હતી. લિઝાર્ડ વિલિયમ્સ, વિયાન મુલ્ડર અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી.
દક્ષિણ આફ્રિકા માટે સારી શરૂઆત
દક્ષિણ આફ્રિકાએ અહીં મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 59 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સ (19)ને આઉટ કર્યો હતો. રાસી વાન ડેર ડુસેન (2) પણ 76 રનના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.
ટોની ડીજ્યોર્જ અને કેપ્ટન એડન માર્કરામ વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે માર્કરામ (36) વોશિંગ્ટન સુંદરના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો ત્યારે દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં પહોંચતું જણાતું હતું. અહીંથી પ્રોટીઝ બેટિંગ ક્રમમાં વિઘટન શરૂ થયું અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી.
અર્શદીપની ચાર વિકેટ
ટોની ડી જ્યોર્જી (81), હેનરિક ક્લાસેન (21), વિયાન મુલ્ડર (1), ડેવિડ મિલર (10) બેક ટુ બેક પેવેલિયન પરત ફર્યા હતા. કેશવ મહારાજ (14), લિઝાર્ડ વિલિયમ્સ (2) અને બ્યુરન હેન્ડ્રીક્સ (18) પણ સસ્તામાં આઉટ થઈ ગયા અને સમગ્ર ટીમ 45.5 ઓવરમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. અહીં ભારતીય ટીમ તરફથી અર્શદીપે ચાર, અવેશ અને વોશિંગ્ટનને બે-બે અને મુકેશ કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. આ મેચની સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝ પણ 2-1થી જીતી લીધી છે.