IND vs SA 3rd T20: વિશાખાપટ્ટનમમાં બોલર્સની રહી છે બોલબાલા, જાણો કેવી છે પિચ અને શું રહેશે ટોસની ભૂમિકા
IND vs SA, 3rd T20: આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીં અત્યાર સુધી બે T20 મેચ રમાઈ છે.
IND vs SA, 3rd T30: ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચોની T20 શ્રેણીમાં કરો યા મરોની સ્થિતિમાં પહોંચી ગઈ છે. પ્રથમ મેચમાં મોટો સ્કોર કરવા છતાં ભારતનો પરાજય થયો હતો, જ્યારે બીજી મેચમાં તેના બેટ્સમેનોની નિષ્ફળતાએ ટીમને ઢાંકી દીધી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં પોતાના ગેમ પ્લાનમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સંકેત આપ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે કહ્યું કે ભારત આવનારી મેચોમાં પણ આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખશે.
ક્યાં રમાશે મેચ અને કેવો છે ભારતનો રેકોર્ડ
આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીં અત્યાર સુધી બે T20 મેચ રમાઈ છે. ભારતીય ટીમે આ બેમાંથી એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
પિચ બોલરોને મદદ કરી રહી છે
આ પીચ પર બે ટી-20 મેચો પર નજર કરીએ તો અહીં બોલરોનો દબદબો રહ્યો છે. 2016માં અહીં પહેલી T20 રમાઈ હતી, જેમાં શ્રીલંકાની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોએ 7 વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં ભારતીય ટીમ માત્ર 126 રન જ બનાવી શકી હતી, ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે વિનિંગ રન લઈને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઝડપી બોલરો અને સ્પિનરોને સમાન મદદ મળી હતી. આવી સ્થિતિમાં, આશા છે કે આજની મેચમાં પણ અહીં બોલરોને મદદ મળી શકે છે.
ટોસની ભૂમિકા
આ પીચ પરની બંને મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ટોસ મહત્વની ભૂમિકામાં હોઈ શકે છે. અગાઉની બંને મેચમાં ટોસ હાર્યા બાદ મેચ હારી ગયેલો રિષભ પંત આ વખતે ટોસ જીતીને મનોવૈજ્ઞાનિક લાભ લેવા ઈચ્છશે.
વિશાખાપટ્ટનમમાં T20 માટે મહત્વના આંકડા:
સર્વોચ્ચ સ્કોર: 127 રન (ઓસ્ટ્રેલિયા)
ન્યૂનતમ સ્કોર: 82 રન (શ્રીલંકા)
સૌથી વધુ રન: ગ્લેન મેક્સવેલ (56 રન)
સૌથી વધુ વિકેટ: આર અશ્વિન (4 વિકેટ)
શ્રેષ્ઠ ઇકોનોમી રેટ: આર અશ્વિન (2 રન/ઓવર)