શોધખોળ કરો

IND vs SA, 4th T20 : ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું, સીરિઝ 2-2થી બરાબર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. તે કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી બરાબરી કરવા ઈચ્છે છે.

LIVE

Key Events
IND vs SA, 4th T20 : ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું, સીરિઝ 2-2થી બરાબર

Background

IND vs SA, 4th T20, Saurashtra Cricket Association Stadium: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. તે કોઈપણ ભોગે આ મેચ જીતીને શ્રેણી બરાબરી કરવા ઈચ્છે છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 48 રનથી જીત મેળવી હતી. જ્યારે આફ્રિકન ટીમ આ મેચ જીતીને સિરીઝ કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ પાછલી મેચમાં હાર બાદ પુનરાગમન કરવા માંગશે. જો કે તેને ભારતીય ટીમ તરફથી આકરી સ્પર્ધા મળશે. ભારતીય ટીમના ખેલાડીઓએ જે રીતે વાપસી કરી છે તે જોતા લાગે છે કે આફ્રિકન ટીમને શાનદાર ટક્કર મળવાની છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી. જ્યારે તેણે બીજી મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ પછી ભારતે શાનદાર વાપસી કરી અને ત્રીજી મેચ 48 રને જીતી લીધી. આ મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી.

સંભવિત પ્લેઈંગ ઈલેવન -

ભારત: ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (સી), ક્વિન્ટન ડી કોક, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડૂસન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી

22:29 PM (IST)  •  17 Jun 2022

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું

રાજકોટમાં રમાયેલી T20 શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું. ભારત તરફથી દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી હતી. જ્યારે અવેશ ખાને 4 વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી કરી લીધી છે. આફ્રિકન ટીમે પ્રથમ બે મેચ જીતી હતી, જે બાદ ભારતે શાનદાર વાપસી કરી હતી. ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 16.5 ઓવરમાં માત્ર 87 રન બનાવી શકી. 

22:16 PM (IST)  •  17 Jun 2022

બોલિંગમાં શાનદાર પ્રદર્શન

દક્ષિણ આફ્રિકાની ટીમે 80 રનમાં 8 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.  આવેશ ખાને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી છે. 

21:48 PM (IST)  •  17 Jun 2022

દક્ષિણ આફ્રીકાની ટીમે 10 ઓવરમાં 58  રન બનાવ્યા

દક્ષિણ આફ્રીકાની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 58  રન બનાવ્યા છે. ડિકોક 14 રન બનાવીને રનઆઉટ થયો હતો.  ડ્વેન પ્રિટોરિયસ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. 

21:24 PM (IST)  •  17 Jun 2022

ડિકોક 14 રન બનાવી આઉટ

દક્ષિણ આફ્રીકાની ટીમે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા છે. ડિકોક 14 રન બનાવીને રનઆઉટ થયો હતો. 

20:44 PM (IST)  •  17 Jun 2022

દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ

IND vs SA, 4th T20 Live: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી  દિનેશ કાર્તિકે સૌથી વધુ રન બનાવતા આક્રમક 55 રન બનાવ્યા હતા. જેમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 46 રનની ઈનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી  એન્ગિડીએ 2 વિકેટ ઝડપી હતી. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Embed widget