IND vs SA: કેપટાઉનમાં સીરિઝ ડ્રો કરવાના ઇરાદા સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો પિચ રિપોર્ટથી લઇને તમામ ડિટેઇલ્સ?
IND vs SA Pitch Report, Playing 11 & Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ કેપટાઉનમાં રમાશે
IND vs SA Pitch Report, Playing 11 & Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. હાલમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી પાછળ છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને એક દાવ અને 32 રને હરાવ્યું હતું. જો કે ભારતીય ટીમ શ્રેણીમાં બરાબરી કરવાના ઈરાદા સાથે કેપટાઉનમાં પ્રવેશ કરશે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રેણી જીતવા માંગશે.
A stunning view here at the Newlands Cricket Ground as #TeamIndia prepare for the 2nd Test match.#SAvIND pic.twitter.com/4NmEMp61Hv
— BCCI (@BCCI) January 1, 2024
કેપ ટાઉન પિચ કેવી હશે?
કેપ ટાઉન પિચ તેની ઝડપી ગતિ માટે જાણીતી છે. આ પિચની ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પિચ પર ઘાસ છોડવામાં આવ્યું છે. એટલે કે ફાસ્ટ બોલરોને મદદ મળશે. સાથે જ બેટ્સમેનો માટે પડકાર પણ વધશે. એવું માનવામાં આવે છે કે ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરી શકે છે. નવો બોલ શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને મદદ કરશે.
કેવી રીતે લાઈવ જોવી મેચ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉન ટેસ્ટ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ જોઈ શકશે. ક્રિકેટ ચાહકો ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશે. પરંતુ ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચ જોવા માટે ચાહકોએ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે, એટલે કે પૈસા ચૂકવવા પડશે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ 11
ટોની ડી જોર્ઝી, ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, કીગન પીટરસન, ડેવિડ બેડિંઘમ, વિયાન મુલ્ડર, કાયલ વેરિન, માર્કો જેન્સેન, કગીસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્ગર.