IND vs SA: દ. આફ્રિકા સામે વન ડે સિરીઝમાં આ ખેલાડી હશે ભારતનો કેપ્ટન, સિનીયર ખેલાડીઓને મળશે આરામ
આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI અને T20 સિરીઝ રમવાની છે.
IND vs SA ODI Series: આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI અને T20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં આરામ મળી શકે છે. આ સાથે જ શિખર ધવન વનડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.
સિનિયર ખેલાડીઓને આરામ મળશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝમાં શિખર ધવન ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. જ્યારે આ શ્રેણીમાં વીવીએસ લક્ષ્મણ ટીમના ઈંચાર્જની જવાબદારી સંભાળી શકે છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ પહેલા વનડે સિરીઝ યોજવી યોગ્ય નથી. જોકે ક્યારેક આમ થતું હોય છે. રોહિત અને વિરાટને T20 વર્લ્ડ કપમાં જતા પહેલા આરામ આપવામાં આવશે. તે જ સમયે, શિખર ધવન વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળશે.
ભારત દક્ષિણ આફ્રિકા ODI સિરીઝ કાર્યક્રમઃ
1લી ODI મેચ (6 ઓક્ટોબર) - લખનઉ
બીજી ODI મેચ (9 ઓક્ટોબર) - રાંચી
ત્રીજી ODI મેચ (11 ઓક્ટોબર) - દિલ્હી
ઓસ્ટ્રેલિયા સામે પણ સિરીઝ રમાશેઃ
એશિયા કપ 2022 બાદ ભારતીય ટીમે T20 વર્લ્ડની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે, T20 વર્લ્ડ કપ પહેલા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T20 મેચોની સિરીઝ રમશે. આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવશે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આવી સ્થિતિમાં ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વની રહેશે. તે દરમિયાન, ભારતીય ટીમ આ સિરીઝ દ્વારા વિશ્વ કપ માટે તેની શ્રેષ્ઠ પ્લેઈંગ ઇલેવન ટીમ શોધવા પુરો પ્રયત્ન કરશે. એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને એશિયા કપના સુપર-4માં શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારીને ટીમ ઈન્ડિયા બહાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો....
Delhi Gov vs LG: કેજરીવાલ સરકારને વધુ એક ઝટકો, બસ ખરીદવા મામલે LGએ CBI તપાસની આપી મંજૂરી
Banks: બે સરકારી બેન્કોએ ગ્રાહકોને આપ્યો ઝટકો, અચાનક લીધો આ મોટો નિર્ણય