IND vs SL: સ્ટાર ખેલાડીઓ બહાર થતાં રોહિત આપશે આ યુવાઓને તક, જાણો કેટલા ફેરફાર સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ઘરેલુ મેદાન એટલે કે લખનઉના મેદાન પર પ્રથમ ટી20 સાંજે 7 વાગ્યાથી રમાશે.
IND vs SL 1st T20: ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સાથે ટી20 સીરીઝમાં 3-0થી જીત સાથે મજબૂત આત્મવિશ્વાસથી ભરેલી છે. આજે ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમવા મેદાનમાં ઉતરી રહી છે, કૉચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા આજે યુવાઓને તક આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેમ કે ભારતીય ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ હાલમાં બહાર છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ઘરેલુ મેદાન એટલે કે લખનઉના મેદાન પર પ્રથમ ટી20 સાંજે 7 વાગ્યાથી રમાશે. આજની મેચમાં કેપ્ટન રોહિત સાથે ઓપનિંગમાં ફરી એકવાર ઇશાન કિશન જોવા મળી શકે છે. આ ઉપરાંત ટીમમાં
શ્રેયસ અય્યર અને બાદમાં સંજૂ સેમસનને તક આપવામાં આવી શકે છે. આજની મેચમાં ફરી એકવાર દીપક હૂડા અને વેંકેટેશ અય્યર રમતા દેખાશે. ખાસ વાત છે કે આજની મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી લગભગ નક્કી છે. જાડેજા બેટિંગની સાથે સાથે સ્પિન વિભાગમાં યુજવેન્દ્ર ચહલને સાથે આપશે. ભારતીય ટીમમાં ફરી એકવાર જસપ્રીત બુમરાહ અને ભુવી સાથે હર્ષલ પટેલ ફાસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા દેખાશે.
સંભવિત ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, દીપક હૂડા, વેંકેટેશ અય્યર, રવિન્દ્ર જાડેજા, યુજેવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ.
ભારત માટે ખરાબ સમાચાર-
આજથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝમાં ભારત માટે ખરાબ સમાચાર છે, રોહિત શર્માની આગેવાની વાળી આજની ટીમમાં મોટો ફેરફાર જોવા મળશે. કેમ કે પહેલાથી બીસીસીઆઇએ વિરાટ કોહલી અને ઋષ પંતને આરામ આપ્યો છે. તો વળી ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર બૉલર દીપક ચાહર ઇજાના કારણે બહાર છે. આવામાં ટીમમાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે.
ભારત-શ્રીલંકા ટી20.... કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી20 મેચ આજે 24 ફેબ્રુઆરીએ ગુરુવારે રમાશે. બન્ને ટીમો આજની મેચ રમવા લખનઉના મેદાનમાં ઉતરશે. ભારતીય સમયાનુસર આજની મેચ સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 6.30એ થશે.
ભારત-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી20 મેચ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પરથી અંગ્રેજી અને હિન્દીમાં જોઇ શકશો, આ સાથે તમે મેચને ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ મોબાઇલ પર જોવા માંગતા હોય તો તમે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર એપથી ટી20 મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
આવો છે ઓવરઓલ રેકોર્ડ-
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી 22 ટી20 મેચો રમાઈ ચૂકી છે. આમાં ભારતે 14 મેચમાં જીત મેળવી છે, તો શ્રીલંકા ટીમે 7 મેચો પોતાના નામે કરી છે. એક મેચ ટાઇ રહી છે. આ 22માંથી 11 મેચો ભારતીય મેદાનો પર રમાઇ છે. આ 11માંથી શ્રીલંકાને માત્ર 2 મેચોમાં જ જીત મળી છે.