શોધખોળ કરો

IND vs SL: પ્રથમ વનડેમાં હાર બાદ નિરાશ છે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા, જાણો શું કહ્યું?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી.

IND vs SL 1st ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકી હતી. જેમાં ટીમના કેપ્ટન દાસુન શનાકાએ સદી ફટકારી હતી અને તે અણનમ પરત ફર્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. મેચ પછી, શનાકાએ તે ભૂલો પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે તે અને ટીમ ક્યાં ચૂકી છે.

મેચ બાદ બોલતા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું, “મને લાગે છે કે તેમના ઓપનરોએ અમને જે શરૂઆત આપી હતી, અમે નવા બોલનો સારી રીતે ઉપયોગ કર્યો ન હતો, જે રીતે તેમના બોલરોએ તેને સ્વિંગ કર્યો હતો. અમારી પાસે યોજના હતી, પરંતુ બોલરોએ મૂળભૂત બાબતોને યોગ્ય રીતે અમલમાં મૂકી ન હતી. અમે પ્રથમ 10 ઓવર દરમિયાન બેટિંગમાં વેરિએશન ઉપયોગ કર્યો ન હતો. મને લાગે છે કે હું મૂળભૂત બાબતો બરાબર કરી રહ્યો હતો.મને લાગે છે કે મારે ટી20 અંતરરાષ્ટ્રીમાં ઉપર બેટિંગ કરવી જોઈએ, પરંતુ ટીમને પાંચ નંબરવાળા ભાનુકા સાથે છઠ્ઠા નંબર પર મારી જરુર હતી.

સદી કામ ન આવી

ઉલ્લેખનીય છે કે આ મેચમાં કેપ્ટન દાસુન શનાકાએ સદીની ઇનિંગ રમી હતી. તેણે 88 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જોકે તેની અણનમ ઇનિંગ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. તેના સિવાય ઓપનર પથુમ નિકાંસાએ 72 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. 

ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાતે  રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. 

શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. આમ છતાં શ્રીલંકાની ટીમને મેચમાં 67 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દાસુન શનાકા અને પથુમ નિસાંકા ઉપરાંત ધનંજય ડી સિલ્વાએ 40 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઝડપી બોલર ઉમરાન મલિક ભારત માટે સૌથી સફળ બોલર હતો. ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રનમાં 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ મોહમ્મદ સિરાજે 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. જો કે, ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget