IND vs SL: રોહિત શર્મા પર હાર્દિકની વિવાદિત કૉમેન્ટ, જાહેરમાં કહ્યું- જો રોહિત મારી પાસે સલાહ લે છે તો......
ટીમ ઇન્ડિયાના રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બાંગ્લાદેશ પ્રવાસ બાદ શ્રીલંકા વિરુદ્ધ વનડે ટીમની કમાન સંભાળી રહ્યો છે.
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, આજે કોલકત્તામાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે ચાર વિકેટથી શ્રીલંકા વિરુ્દ્ધ શાનદાર જીત હાંસલ કરી, આ જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ 2-0થી સીરીઝ પર પણ કબજો જમાવી દીધો. આ મેચ બાદ ટી20 કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક વિવાદિત નિવેદન આપીને તમામનું ધ્યાન ખેંચ્યુ છે. હાર્દિકે રોહિત શર્માને સલાહ આપવાની વાત કહી દીધી હતી.
હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા માટે કહી આવી વાત -
ટીમ ઇન્ડિયાના રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બાંગ્લાદેશ પ્રવાસ બાદ શ્રીલંકા વિરુદ્ધ વનડે ટીમની કમાન સંભાળી રહ્યો છે. વળી આ પહેલા ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ કરી હતી, અને ટીમની સીરીઝમાં જીત અપાવી હતી. હવે બીજી વનડેમાં જીત બાદ હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માને લઇને એક વિવાદિત નિવેદન આપ્યુ છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, રોહિત શર્મા (Rohit Sharma) પાછો આવી ગયો છે, હવે બહુજ વધારે આરામ છે, હવે હું ખુદની ફિટનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશ, અને હું મારા તમામ વિચારોને શેર કરી શકુ છું. જો તેને મારી મદદની જરૂર કે સલાહની જરૂર પડશે તો હું હંમેશા ત્યાં છું.
હાર્દિકે રોહિત શર્માની ફિટનેસ પર વાત કરતાં કહ્યું -
શરીર સારી રીતે કામ કરી રહ્યુ છે, અમે એક પ્લાનનું પાલન કરી રહ્યાં છીએ, અને પોતાનુ તમામ ધ્યાન આગામી વિશ્વકપ પર લગાવી રહ્યાં છીએ, જે હજુ 6-7 મહિના દુર છે.
ટી20 સિરીઝમાં કેપ્ટન હતો હાર્દિક
હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1થી શાનદાર જીત નોંધાવી હતી. અને ODI શ્રેણીમાં, હાર્દિક રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમનો ઉપ-કેપ્ટન છે.
Hardik Pandya પંડ્યાની ખરાબ હરકત, ગાળ કાઢીને મેદાન પર ચહલ પાસે મંગાવ્યુ પાણી
Hardik Pandya: ભારતીય ટીમના ટી20 કેપ્ટન બની ચૂકેલા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની એક ખરાબ હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેના પર ફેન્સ ખુબ ગુસ્સે ભરાયા છે, આ વીડિયોમાં હાર્દિક પંડ્યા સાથી ખેલાડીએ જે આજની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી તેને ગાળ કાઢીને પાણી મંગાવી રહ્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે
હાલમાં જ હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે, અને તેની આગેવાનીમાં યુવા ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે, ત્યારે આ પ્રકારની હાર્દિક પંડ્યાની હરકત પર લોકો ગુસ્સે ભરાયા છે. ખરેખરમાં ઇડન ગાર્ડન પર રમાયેલી આજની બીજી વનડેમાં જ્યારે તેને યુજવેન્દ્ર ચહલ પાસે પાણી મંગાવ્યુ તો તે દરમિયાન તેનો ગાળો કાઢતો વીડિયો વાયરલ થઇ ગયો હતો. આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક પંડ્યા મેદાન પર સાથી ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરતો સાંભળવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેણે પોતાના સાથી ખેલાડીઓ પર ગુસ્સે થવાની સાથે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.
આજની મેચની વાત કરીએ તો, હાર્દિક પંડ્યાએ પણ મેચમાં પાંચ ઓવર ફેંકી હતી પરંતુ તેને એક પણ વિકેટ મળી ન હતી.