શોધખોળ કરો

IND vs SL: રિયાન પરાગે ડેબ્યૂ વન ડે મેચમાં બનાવ્યો મોટો રેકોર્ડ, દ્રવિડની ક્લબમાં થયો સામેલ

India vs Sri Lanka: ત્રણ મેચની વન ડે સીરિઝમાં શ્રીલંકા 1-0થી આગળ છે. આજે ત્રીજી વન ડે રમાઈ રહી છે. પ્રથમ વન ડે ટાઈ પડી હતી.

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયામાં રિયાન પરાગનું ડેબ્યૂ થયું હતું. રિયાન પરાગે ડેબ્યૂ મેચમાં જ મોટો રેકોર્ડ બનાવ્યો હતો અને તે દ્રવિડની ક્લબમાં સામેલ થયો હતો.

વન ડેમાં ભારતીય બોલર દ્વારા ડેબ્યૂ મેચમાં  પ્રથમ વિકેટ તરીકે આઉટ થયેલા બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર

  • 96 અવિષ્કા ફર્નાન્ડો કોલંબો RPS 2024 (બોલર: રિયાન પરાગ)
  • 95 સાઇદ અન્વર જયપુર 1999 (રાહુલ દ્રવિડ)
  • 92 નિઝાકત ખાન દુબઈ 2018 (ખલીલ અહમદ)
  • 90 જોન એડ્રિચ લીડ્સ 1974 (એસ વેંકટરાઘવન)

શ્રીલંકાને બીજો ઝટકો આવિશ્કા ફર્નાન્ડોના રૂપમાં લાગ્યો હતો. રિયાન પરાગે તેને LBW આઉટ કર્યો હતો. પરાગે તેને 96 રનના અંગત સ્કૉર સાથે પેવેલિયન મોકલ્યો હતો. રિયાન પરાગે આવિષ્કા ફર્નાન્ડોને આઉટ કરીને વનડેમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી.

 શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપસિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રિયાન પરાગને તક આપી છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, શિવમ દુબે.

ભારત માટે કરો યા મરો મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સીરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સીરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે.  

અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારત તરફથી પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રિયાન પરાગે 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને ફર્નાન્ડોએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. જોકે, ફર્નાન્ડો સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે 19 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget