(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
Maharashtra News: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. મહાયુતિ આ સંદર્ભે આજે બેઠક કરશે. આ પહેલા સંજય રાઉતે મોટો દાવો કર્યો છે.
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અટકળો અને અનુમાનોનો દોર ચાલુ છે. મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે સોમવાર (25 નવેમ્બર)ના રોજ મહત્વની બેઠક યોજાવાની છે. આ દરમિયાન શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મોટો દાવો કર્યો છે.
સંજય રાઉતે સોમવારે પત્રકારોને કહ્યું, "બહુમત એટલો મોટો છે કે તેઓ કોઈને પણ મુખ્યમંત્રી બનાવીને મોકલી શકે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્યમંત્રી નક્કી કરશે. તેઓ ગુજરાતના ફાયદાની વાત કરશે. તેઓ બહુમતની તાકાત પર કોઈને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. તેમણે આવું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કરીને બતાવ્યું છે."
સાંસદ રાઉતે (Sanjay Raut) કહ્યું, "જો મોદીજી દેશના સાચા નેતા હોત તો આવું કરવાની તેમને જરૂર ન પડત. પક્ષ તોડવાનું કામ નેહરુ, ઇન્દિરા અને મનમોહને નથી કર્યું, આ એ જ કરે છે જે મનમાં પણ નબળા છે અને પક્ષમાં પણ નબળા છે."
'અમને 400થી વધુ ફરિયાદો મળી'
સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં 400થી પણ વધુ ફરિયાદો અમારી પાસે આવી છે અમે તેના પર ચર્ચા કરીશું. મહારાષ્ટ્રની ચૂંટણી બેલેટ પર લો. જો બેલેટ પર તમે જીતો ત્યારે સમજશો. બેલેટ પેપરમાં 145માં અમે આગળ છીએ. શરદ પવાર જેવા નેતાની પાછળ મહારાષ્ટ્ર ઊભું હતું. આ બધી જે ખિચડી બની છે તેના માટે ચંદ્રચૂડ જવાબદાર છે.
ધ્રુવીકરણ અંગે શું કહ્યું?
સંજય રાઉતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધ્રુવીકરણ અંગે કહ્યું, "ધ્રુવીકરણની વાત તો માનવી પડશે. આ જ તેમની સૌથી મોટી તાકાત રહી. મતોનું ધ્રુવીકરણ, મતોનું વિભાજન પછી ભલે જાતિ, ધર્મ કે પક્ષ તોડીને વિચારધારાના આધારે પીએમ મોદીની આ જ તાકાત છે. જો પીએમ મોદી દેશના સાચા નેતા હોત તો આ કામ કરવાની તેમને જરૂર ન પડત. આ ગંદકી જે છે રાજનીતિમાં લાવવામાં આવી છે. આ કીચડ ફેલાવવાની જરૂર તેમને ન પડત."
આ પણ વાંચોઃ
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો