શોધખોળ કરો

IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી

IND vs AUS 1st Test 2024: ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 89 રન બનાવ્યા હતા

IND vs AUS 1st Test 2024: ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી લીધી છે. ત્રીજા દિવસની રમતમાં યશસ્વી જાયસ્વાલ અને વિરાટ કોહલીની સદીના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. આનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 89 રન બનાવ્યા હતા.

ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી. સીરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.

ઓસ્ટ્રેલિયાને પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પ્રથમ વખત ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર ચાર મેચ રમી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. 19 જાન્યુઆરી, 2021ના રોજ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 31 વર્ષ બાદ તે મેદાન પર ટેસ્ટ મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમે પણ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગારૂઓના ઘમંડને ચકનાચૂર કરી દીધું છે.

ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ 'મહાસીરીઝ'માં કુલ 5 મેચો રમાવાની છે. સીરીઝની આગામી ટેસ્ટ હવે 6 ડિસેમ્બરથી એડિલેડમાં યોજાશે.

ઓપ્ટસ સ્ટેડિયમમાં ટૉસ બન્યુ બૉસ ?  
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં ટૉસ ઘણી રીતે મહત્વપૂર્ણ બની રહ્યો છે. કારણ કે તેની પાછળનું કારણ ખૂબ જ ખાસ છે. એકંદરે, અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમાઈ છે, જે ટૉસ જીતે છે તે મેચ પણ જીતે છે. ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 4 ટેસ્ટ મેચ રમાઈ છે. જ્યાં દરેક વખતે ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ જીતી છે. ખાસ વાત એ છે કે દરેક વખતે ટૉસ જીત્યા બાદ કાંગારુ ટીમે અહીં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજો અદભૂત સંયોગ એ છે કે ટેસ્ટ મેચમાં ચાર વખત બેટિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે તમામ મેચ જીતી છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત  - 
1. 295 રનથી, પર્થ, 2024
2: 222 રનથી, મેલબૉર્ન, 1977
3: 137 રનથી, મેલબૉર્ન, 2018
4: 72 રનથી, WACA, 2008
5: 59 રનથી, મેલબૉર્ન, 1981

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમઃ - 
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર.

પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ - 
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જૉશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયૉન, મિશેલ માર્શ, નાથન મેકસ્વિની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.

આ પણ વાંચો

IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Embed widget