શોધખોળ કરો

TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 

TRAI એ તમામ ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ, જિયો, વોડાફોન આઈડિયા અને બીએસએનએલને નવી માર્ગદર્શિકા જારી કરી છે.

TRAI એ તમામ ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ, જિયો, વોડાફોન આઈડિયા અને બીએસએનએલને નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેનાથી દેશના કરોડો મોબાઈલ વપરાશકર્તાઓને ફાયદો થશે. રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટર્સને તેમના નેટવર્ક કવરેજ સાથે સંબંધિત માહિતી વેબસાઇટ પર અપલોડ કરવા જણાવ્યું છે. TRAI ની આ સૂચના 1 ઓક્ટોબર, 2024 થી અમલમાં મૂકાયેલ નવી ગુણવત્તાની સેવા (QoS) નો એક ભાગ છે. ટ્રાઈનો આ નિર્ણય યુઝર્સને તેમના ટેલિકોમ ઓપરેટર પસંદ કરવામાં મદદ કરશે.

ટ્રાઈની નવી માર્ગદર્શિકા

ટ્રાઈએ તેની માર્ગદર્શિકામાં ટેલિકોમ ઓપરેટરોને નિર્દેશ આપ્યો છે કે દરેક વાયરલેસ એક્સેસ સર્વિસ પ્રોવાઈડરને તેની વેબસાઈટ પર જિયોસ્પેશિયલ કવરેજ મેપ એવી રીતે પ્રકાશિત કરવો પડશે કે જેથી તે વાયરલેસ વોઈસ અને બ્રોડબેન્ડ સેવાઓ પસંદ કરવામાં વપરાશકર્તાઓને મદદ કરી શકે. ઉપરાંત, ઓપરેટરોએ સમયાંતરે તેને અપડેટ કરતા રહેવું પડશે. જો કે ટેલિકોમ ઓપરેટરો તેમની વેબસાઈટ પર નેટવર્ક કવરેજ નકશો પ્રકાશિત કરે છે, પરંતુ તે સમય સમય પર અપડેટ ન થવાને કારણે, વપરાશકર્તાઓ ઓપરેટર પસંદ કરતી વખતે બરાબર જાણી શકતા નથી કે કયા વિસ્તારમાં સારી સિગ્નલ સ્ટ્રેન્થ છે.

સેવાની ગુણવત્તા પર ધ્યાન આપો

ટેલિકોમ રેગ્યુલેટરે કહ્યું છે કે ટેલિકોમ ઓપરેટરોની સેવાની ગુણવત્તા માટે નેટવર્ક કવરેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોન-કવરેજ એરિયામાં કોઈ પણ વપરાશકર્તા સારી ગુણવત્તાની સેવા મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, ટેલિકોમ ઓપરેટરો માટે તેમની વેબસાઇટ પર સેવા મુજબ જિયોસ્પેશિયલ કવરેજની વિગતો પ્રકાશિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ટ્રાઈની આ માર્ગદર્શિકા તમામ વાયરલેસ સર્વિસ પ્રોવાઈડર માટે છે.

હાલમાં, એરટેલ અને જિયો સિવાય તમામ ટેલિકોમ ઓપરેટરો વપરાશકર્તાઓને 2G, 3G અને 4G કવરેજ પ્રદાન કરે છે. Jio અને Airtel યુઝર્સને 5G સર્વિસ પૂરી પાડી રહ્યા છે.  BSNL એ હજુ સુધી 4G સેવા વ્યવસાયિક ધોરણે શરૂ કરી નથી. TRAI માર્ગદર્શિકા અનુસાર, નેટવર્ક કવરેજ નકશામાં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ત્યાં 5G/4G/3G/2G કવરેજ ઉપલબ્ધ છે કે નહીં. જો તેઓ ઈચ્છે તો ઓપરેટરો તેમના બેઝ સ્ટેશનના સ્થાનનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ આ વૈકલ્પિક છે.

122 કરોડ યુઝર્સને ફાયદો થયો

ટ્રાઈએ આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે 1 એપ્રિલ, 2025ની સમયમર્યાદા આપી છે. નેટવર્ક કવરેજ વિસ્તારનો ઉલ્લેખ કરવા સાથે ટેલિકોમ ઓપરેટર્સને તેમની વેબસાઇટ પર યૂઝર્સનો ફિડબેક પણ આપવા માટે  બટન આપવાનું કહેવામાં આવ્યું છે જેથી વપરાશકર્તાઓ નેટવર્ક કવરેજ અંગે તેમનો પ્રતિસાદ આપી શકે. TRAIની આ ગાઈડલાઈન દેશના 122 કરોડ મોબાઈલ યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget