PM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતા
PM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતા
આજથી સંસદમાં શિયાળું સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્ર પહેલા સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આગામી સત્રમાં સાંસદોને ચર્ચા કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા.
આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. વિપક્ષના નેતાઓ અદાણી મામલે સંસદની અંદર અને સંસદની બહાર મચાવી શકે છે હંગામો. વિપક્ષના સભ્યો સંસદમાં ઉઠાવી શકે છે સંભલ હિંસાનો મુદ્દો. 20 ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના શિયાળુ સત્રમાં 19 બેઠકો થશે.
શિયાળુ સત્ર દરમિયાન અનેક બિલ કરવામાં આવશે રજૂ....વક્ફ સંશોધન બિલ પર પણ થશે ચર્ચા...વકફ સુધારા વિધેયક પરની સંયુક્ત સમિતિ 29 નવેમ્બરે સંસદમાં અહેવાલ રજુ કરે તેવી શક્યતા...તો મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવીને કૉંગ્રેસ સરકારને ઘેરવાનો કરશે પ્રયાસ...સમાજવાદી પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચની ભૂમિકા પર ચર્ચા કરવાની કરી છે માંગ....