શોધખોળ કરો

IND vs SL: ત્રીજી વન ડેમાં ભારતની 110 રનથી હાર, 27 વર્ષ પછી શ્રીલંકાએ જીતી સીરિઝ

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.

IND vs SL:  ત્રીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 110 રનથી હાર આપી હતી. આ સાથે જ ભારતનો સીરિઝમાં 2-0થી પરાજય થયો હતો. પ્રથમ વન ડે ટાઈ થઈ હતી. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકાએ ડ્યુનિથ વેલાલાગેના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ત્રીજી વનડેમાં ભારતને 2-0થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. 1997 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી ગયું હોય. શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી  ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવી પડી હતી. આ સાથે જ ભારતનો શ્રીલંકા પ્રવાસ ખતમ થઈ ગયો છે. આ પ્રવાસ પર ભારતે ટી20 શ્રેણી 3-0થી જીતી હતી, પરંતુ ભારતીય ટીમ વનડે શ્રેણીમાં આ ગતિ જાળવી શકી ન હતી.

138 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ ટીમ ઈન્ડિયા

શ્રીલંકાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96 રનની ઇનિંગ રમી હતી. કુસલ મેન્ડિસે 59 રનનું યોગદાન આપ્યું હતું. પથુમ નિસાન્કાએ 45 રનની ઇનિંગ રમી હતી

શ્રીલંકાએ બનાવ્યા હતા 248 રન

અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારત તરફથી પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રિયાન પરાગે 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને ફર્નાન્ડોએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. જોકે, ફર્નાન્ડો સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે 19 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી.

 શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપસિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રિયાન પરાગને તક આપી છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, શિવમ દુબે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nepal PM : સુશીલા કાર્કી બન્યા નેપાળના વચગાળાના વડાપ્રધાન, શપથ લઈ રચ્યો ઈતિહાસ  
Nepal PM : સુશીલા કાર્કી બન્યા નેપાળના વચગાળાના વડાપ્રધાન, શપથ લઈ રચ્યો ઈતિહાસ  
Banaskantha:  ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
Banaskantha: ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Amreli Rain: અમરેલીના રાજુલા, ખાંભા,  ધારી અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલીના રાજુલા, ખાંભા,  ધારી અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશઃ સરકારે વધારી સમયમર્યાદા
હું તો બોલીશ: કોંગ્રેસની કેટલી 'કેરી' સડેલી?
હું તો બોલીશઃ ટોલ તો પણ ખાડા પૂરો
Amreli Video: બગસરા તાલુકામાં વીજ ચોરી પકડવા પહોંચેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરપંચે ખખડાવ્યા
Mallikarjun Kharge: કોંગ્રેસના ક્યા 9 જિલ્લા પ્રમુખોને ખડગેએ સડેલી કેરી સાથે સરખાવ્યા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal PM : સુશીલા કાર્કી બન્યા નેપાળના વચગાળાના વડાપ્રધાન, શપથ લઈ રચ્યો ઈતિહાસ  
Nepal PM : સુશીલા કાર્કી બન્યા નેપાળના વચગાળાના વડાપ્રધાન, શપથ લઈ રચ્યો ઈતિહાસ  
Banaskantha:  ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
Banaskantha: ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Amreli Rain: અમરેલીના રાજુલા, ખાંભા,  ધારી અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલીના રાજુલા, ખાંભા,  ધારી અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ,  મહુવાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ,  મહુવાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ 
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, નવો રેકોર્ડ બન્યો, જાણો 12 સપ્ટેમ્બરનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, નવો રેકોર્ડ બન્યો, જાણો 12 સપ્ટેમ્બરનો લેટેસ્ટ ભાવ
સાવધાન! કરોડો  Android યૂઝર્સ પર સાઈબર એટેકનો મોટો ખતરો, જાણો બચવાના ઉપાય
સાવધાન! કરોડો Android યૂઝર્સ પર સાઈબર એટેકનો મોટો ખતરો, જાણો બચવાના ઉપાય
સ્પાઇસજેટની કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટી ગયું, મુંબઈ એરપોર્ટ પર મચ્યો હાહાકાર
સ્પાઇસજેટની કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટી ગયું, મુંબઈ એરપોર્ટ પર મચ્યો હાહાકાર
Embed widget