શોધખોળ કરો

IND vs WI: ભુવનેશ્વર કુમારે હાથમાં આવેલો કેચ પડતો મુકતા કેપ્ટન રોહિત શર્માએ બોલને લાત મારીને બતાવ્યો ગુસ્સો, વીડિયો થયો વાયરલ

IND vs WI, 2nd T20: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 16મી ઓવર દરમિયાન પોતાની જ બોલિંગમાં રોવમેન પોવેલનો હાથમાં આવેલો આસાન કેચ છોડ્યો ત્યારે આ ઘટના બની હતી.

IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ 18 ફેબ્રુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 રનથી જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બીજી T20 દરમિયાન ફરી એકવાર કેપ્ટન રોહિત શર્માની ગુસ્સે ભરેલી સ્ટાઈલ દર્શકોને જોવા મળી.  ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 16મી ઓવર દરમિયાન પોતાની જ બોલિંગમાં રોવમેન પોવેલનો હાથમાં આવેલો આસાન કેચ છોડ્યો ત્યારે આ ઘટના બની હતી.

ભુવનેશ્વર કુમારની 16મી ઓવરના પાંચમા બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં પોવેલે બોલને હવામાં ફટકાર્યો હતો. ભુવીએ આ કેચ પકડવામાં મોડું કર્યું, જેના કારણે તે બોલને પકડી શક્યો નહીં. આ કેચ પકડવા માટે વિકેટ કીપર રિષભ પંત અને કેપ્ટન રોહિત શર્મા પોતે આવી રહ્યા હતા, પરંતુ બોલરના કોલ બાદ બંને ખેલાડીઓ દૂર જ અટકી ગયા હતા. ભુવનેશ્વર કુમારે કેચ છોડતાં જ ગુસ્સે ભરાયેલા રોહિત શર્માએ બોલને લાત મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રોહિત શર્માનો આ ગુસ્સો જોયા બાદ સોશિયલ મીડિયા પર એક પ્રશંસકે કહ્યું કે રોહિત શર્માનું અપમાન નથી, પરંતુ કલ્પના કરો કે વિરાટ કોહલી હોત તો. જ્યારે ભુવીએ પોવેલનો કેચ છોડ્યો ત્યારે વિન્ડીઝનો આ બેટ્સમેન 23 બોલમાં 39 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ આ અનુભવી બોલરે 19મી ઓવરમાં પોતાની ભૂલ સુધારી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. ભુવીએ તેની છેલ્લી ઓવરમાં માત્ર ચાર રન આપીને મેચનો પલટો કર્યો હતો. આ ઓવરમાં તેણે પૂરનની વિકેટ પણ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે વેસ્ટઈન્ડિઝને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 178 રન જ બનાવી શકી હતી. પોવેલે 36 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 68 રનની અણનમ ઈનિંગ રમી હતી.  

IND vs WI: ભુવનેશ્વર કુમારે હાથમાં આવેલો કેચ પડતો મુકતા કેપ્ટન રોહિત શર્માએ બોલને લાત મારીને બતાવ્યો ગુસ્સો, વીડિયો થયો વાયરલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  પ્રવાસ કરો પણ સાવધાની સાથેHun To Bolish | હું તો બોલીશ | ભર ઉનાળે વિનાશક વરસાદGandhinagar Rain | ગાંધીનગર શહેરમાં પણ ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલGujarat Rain Forecast | ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, સમજો વિંડીની મદદથી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
Match Fixing: શું 'ફિક્સ' હતી ચેન્નાઈ-રાજસ્થાનની વચ્ચેની મેચ? મનોજ તિવારી અને વીરેન્દ્ર સેહવાગે ઉઠાવ્યા ગંભીર સવાલ

Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર

IPL 2024: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ફટકો, જોસ બટલર નહીં રમે બાકીની મેચ; જાણો શું છે કારણ

Ahmedabad News: અમદાવાદમાં પાણીજન્ય રોગચાળા ઉપર કોઈ અંકુશ નહીં, ઝાડા ઉલ્ટીના ચાલુ મહિને 635 કેસ નોંધાયા

Embed widget