IND vs WI 4th T20: ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે 9 વિકેટે જીત, જયસ્વાલના 84 રન
IND vs WI 4th T20: અહીં તમને લાઇવ સ્કોર અને ચોથી T20માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
West Indies vs India, 4th T20I: થોડીવારમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ યુએસએના ફ્લોરિડામાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરોથી ઓછી નથી. કારણ કે જો ભારતીય ટીમ આજે હારી જશે તો તે પાંચ મેચોની શ્રેણી ગુમાવશે. આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યાની ટીમ આ મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબરી પર લાવવા માંગશે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની નજર આજે જ સિરીઝ પર કબજો કરવાની રહેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા સાત વર્ષથી ભારત સામે ટી-20 શ્રેણી જીતી શકી નથી. કેરેબિયન ટીમે છેલ્લી વખત 2016માં ટીમ ઈન્ડિયા સામે ટી-20 સિરીઝ જીતી હતી.
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હરાવ્યું
ફ્લોરિડામાં રમાયેલી ચોથી T20માં, ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ પાંચ મેચની T20 શ્રેણી હવે 2-2ની બરાબરી પર આવી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા શિમરોન હેટમાયરની 61 રનની ઈનિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તો બીજી તરફ, શુભમન ગિલે 77 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્મા 7 રને નોટ આઉટ રહ્યો હતો.
12 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર વિના વિકેટે 123 રન
12 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ વિકેટ વિના 123 રન થઈ ગયો છે. જયસ્વાલ 61 અને ગિલ 55 પર પહોંચી ગયા છે. 12મી ઓવરના છેલ્લા બોલ પર જયસ્વાલે શાનદાર સ્વીચ હિટ ફટકારીને સિક્સર ફટકારી હતી.
ગિલ અને જયસ્વાલે અડધી સદી ફટકારી
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંનેએ અડધી સદી પૂરી કરી છે. બંને ખૂબ જ સરળતાથી સ્કોર કરી રહ્યા છે. 11 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 113 રન છે. ગિલ 52 અને જયસ્વાલ 54 રને રમી રહ્યા છે.
10 ઓવર બાદ ભારતના 100 રન
10 ઓવર બાદ ભારતે વિના વિકેટે 100 રન બનાવી લીધા છે. ગીલ 49 અને જયસ્વાલ 47 રને બેટિંગ કરી રહ્યા છે.
4 ઓવર પછી સ્કોર 37 રન
4 ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 37 રન છે. ચોથી ઓવરમાં શુભમન ગિલે મેકોયની ઓવરમાં શાનદાર સિક્સર ફટકારી હતી. ગિલ 11 અને યશસ્વી જયસ્વાલ 25 રને રમી રહ્યા છે.