શોધખોળ કરો

IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે જીતી સતત 12મી દ્વીપક્ષીય વન ડે સીરિઝ, મેચમાં બન્યાં આ રેકોર્ડ

IND vs WI, 2nd ODI: મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે 49.4 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો. આ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા.

IND vs WI, 2nd ODI, Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  જેને ભારતે 49.4 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલ જીતનો હીરો રહ્યો હતો. તેણે 35 બોલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 64 રન બનાવી ભારતને જીત અપાવી હતી. બોલિંગમાં પણ તેણે 9 ઓવરમાં 1 મેડન નાંખી 40 રન આપીને એક વિકેટ લીધી હતી. તેના આ શાનદાર દેખાવ બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ લીધી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. શાઈ હોપ અને નિકલોસ પૂરને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હોપે 115 રન બનાવ્યા હતા. જ્યારે પૂરને 74 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેને આવેશ ખાને 6 ઓવરમાં 54 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.

મેચમાં બન્યા આ રેકોર્ડ્સ

ભારતે એક ટીમ સામે જીતી સૌથી વધુ દ્વીપક્ષીય સીરિઝ

  • ભારતે 2007-2022 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે 12 દ્વીપક્ષીય વન ડે સીરિઝ જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે.
  • આ પહેલા પાકિસ્તાન 1996થી 2021 દરમિયાન  ઝીમ્બાબ્વે સામે 11 દ્વીપક્ષીય વન ડે સીરિઝ જીતી હતી.
  • પાકિસ્તાને 1999થી 2022 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે 10, સાઉથ આફ્રિકાએ 1995 થી 2018 દરમિયાન ઝીમ્બાબ્વે સામે 9 તથા ભારતે 2007 થી 2021 દરમિયાન શ્રીલંકા સામે 9 દ્વીપક્ષીય વન ડે સીરિઝ જીતી હતી.

વન ડેમાં 300થી વધુ રન ચેઝ વખતે ઓછો વ્યક્તિગત સ્કોર

  • 64* અક્ષર પટેલ, 312/8 vs વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન 2022
  • 65 શોએબ મલિક, 319/7 vs ભારત, અમદાવાદ, 2005
  • 68 ગૌતમ ગંભીર, 310/4 vs શ્રીલંકા, કરાચી, 2008

2002 બાદ વન ડેમાં 41-50 ઓવર દરમિયાન સૌથી વધુ રન

  • 111 પાકિસ્તાન vs બાંગ્લાદેશ, મિરપુર, 2014
  • 105 ન્યૂઝીલેન્ડ vs આયર્લેન્ડ બ્રિજટાઉન, 2022
  • 102 ન્યૂઝીલેન્ડ vs ઓસ્ટ્રેલા ક્રાઈસ્ટચર્ચ, 2005
  • 100 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન, 2022

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ 11

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ 11 - શાઈ હોપ, કાયલ મેયર્સ, શમર બ્રુક્સ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, અકીલ હુસેન, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ, અલઝારી જોસેફ, જેડન સીલ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget