શોધખોળ કરો

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માને નહી મળે આરામ, આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક

ટીમ ઈન્ડિયા આવતા મહિને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે

ટીમ ઈન્ડિયા આવતા મહિને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જૂલાઈથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે. રોહિતને આરામ આપવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ અન્ય ટીમનું નેતૃત્વ કરશે. જોકે, હવે BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આ અહેવાલોને ફગાવી દીધા છે.

રાહુલ, બુમરાહ અને ઐય્યર સીરિઝમાં રમશે નહી

ઈજાગ્રસ્ત કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જો કે ચેતેશ્વર પૂજારાને પણ બહાર કરવામાં આવે તેવી શક્યતા છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું હતું કે, "રોહિત શર્મા ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. તેને ઘણો સમય આરામ મળ્યો છે. તેથી વર્કલોડ મેનેજમેન્ટ અંગે કોઈ ચિંતા નથી. તે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં નેતૃત્વ કરશે."

સરફરાઝ અને મુકેશને તક મળશે

સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના સરફરાઝ ખાનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તક મળી શકે છે. સરફરાઝ ઉપરાંત ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. જો કે, મુકેશ અગાઉ પણ ટીમમાં જોડાઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.

હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે

પસંદગીકારો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમમાં પરત લાવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેનો અંતિમ નિર્ણય હાર્દિક પર રહેશે. જોવાનું એ રહેશે કે હાર્દિક પોતાને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પૂરતો ફિટ માને છે કે નહીં. ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.

ધોની IPLની આગામી સિઝન 2024માં રમશે કે નહીં ?

આઇપીએલની 16મી સિઝનમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પીયન બની હતી, આ સિઝન પુરી થયા બાદ ફેન્સને આશા હતી કે, ધોની આગામી સિઝન પણ રમશે, જોકે, હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ સાથે તમામ ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે ધોની આગામી IPL સિઝનમાં રમતા જોવા મળશે. IPLની 16મી સિઝન પૂરી થયા બાદ હવે CSK ટીમના CEO કાશી વિશ્વનાથને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા છે. ધોની આ આખી 16મી સિઝન દરમિયાન ઘૂંટણમાં તકલીફ હોવા છતાં રમવાનું ચાલુ રાખ્યું અને ટીમને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં પણ સફળ રહ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
આગામી મહિને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમશે ટીમ ઇન્ડિયા, BCCI એ કર્યું શેડ્યૂલનું એલાન; જાણો કેટલી મેચો રમાશે
આગામી મહિને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમશે ટીમ ઇન્ડિયા, BCCI એ કર્યું શેડ્યૂલનું એલાન; જાણો કેટલી મેચો રમાશે
IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Embed widget