IND vs ZIM 3rd ODI: ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું, ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ શાનદાર સદી ફટકારી
ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને દિપક ચહર અને આવેશ ખાનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
LIVE
Background
ઝીમ્બાબ્વે સામેની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને દિપક ચહર અને આવેશ ખાનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું
ઝિમ્બાબ્વેને અંતિમ ઓવરમાં 15 રનની જરુર હતી. ત્યારે અવેશ ખાને માત્ર 2 રન આપ્યા હતા. ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવીને વનડે સિરીઝ 3-0થી જીતી હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ શાનદાર બેટિંક કરતાં શતક લગાવ્યું હતું અને 95 બોલમાં 115 રનની ઈનિંગ રમી હતી.
સિકંદર રજાની શાનદાર બેટિંગ
ઝિમ્બાબ્વેની ટીમનો સ્કોર હાલ સતત વધી રહ્યો છે. સિકંદર રઝા બાલ સારી બેટિંગ કરી રહ્યો છે, રઝાએ 77 બોલમાં 84 રન બનાવીને રમતમાં છે. હાલ ઝિમ્બાબ્વેને 43 બોલમાં 66 રનની જરુર છે.
169 રન પર ઝિમ્બાબ્વેની 7 વિકેટ
36 ઓવરના અંતે 169 રન પર ઝિમ્બાબ્વેની 7 વિકેટ પડી ગઈ છે. હાલ સિકંદર રઝા 46 અને એવાન્સ 0 રન સાથે રમતમાં છે. ઝિમ્બાબ્વેને જીત માટે 84 બોલમાં 121 રનની જરુર છે.
ઝિમ્બાબ્વેનો સ્કોર 130 રન
30 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 130 રન પર પહોંચ્યો છે. હાલ બર્લ 5 અને રઝા 31 રન સાથે રમતમાં છે. ભારતના અક્ષર પટેલે 2 વિકેટ, કુલદીપ યાદવ 1, અવેશ ખાને 1 અને દીપક ચાહરે 1 વિકેટ ઝડપી છે.
ઝિમ્બાબ્વેની ત્રીજી વિકેટ પડી
19 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 90 રન પર 3 વિકેટ છે. હાલ સિકંદર રઝા 7 અને રેગિસ ચકાબવા 3 રન સાથે રમતમાં છે.