IND vs ZIM T20 WC : ભારતે ઝિમ્બાબ્વેને જીતવા આપ્યો 187 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 25 બોલમાં અણનમ 61 રન
IND vs ZIM : મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો.
T20 World Cup 2022, ZIM vs IND : ટી20 વર્લ્ડકપમાં આજે 42મો મુકાબલો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 51 રનનું યોગદાન આપ્યું હતું.
રોહિત ફરી નિષ્ફળ
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 13 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતો. દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવાયેલો રિષભ પંત પણ નિષ્ફળ રહ્યો હતો. તે 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 87 રન પર 1 વિકેટથી 101 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવ (25 બોલમાં અણનમ 61 રન) અને હાર્દિક પંડ્યા(18 રન)એ બાજી સંભાળી હતી.
ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કર્યો બદલાવ
ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવનઃ
વેસ્લે મધવેરે, ક્રેગ ઇરવિન (કેપ્ટન), આર.ચકાબવા, સિન વિલિયમ્સ, સિકંદર રઝા, ટી. મૂન્યોંગા, આર. બર્લ, ટી. ચતારા. આર. ગાંરવા, મસાકાદ્ઝા, મુઝરબાની
Unstoppable SKY 👊
— ICC (@ICC) November 6, 2022
79 runs in last 5 overs propels India to a solid total 👏#T20WorldCup | #ZIMvIND |📝: https://t.co/SFsHINI2PL pic.twitter.com/p8CMwPkQXL
સૂર્યકુમાર યાદવે આજની મેચમાં 35 રન પૂરા કરતાં જ રચ્યો ઈતિહાસ, બન્યો ભારતનો પ્રથમ બેટ્સમેન
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ દરમિયાન 35 રન પૂરા કરતાં જ ક્રિકેટના T20 ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો હતો. સૂર્યકુમાર યાદવ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા, અન્ય કોઈ બેટ્સમેને એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે આ પરાક્રમ કર્યું ન હતું.
સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યુંઃ
આ સાથે, સાથે સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. વિશ્વ ક્રિકેટના રેકોર્ડની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં 1000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં આ રેકોર્ડ વર્ષ 2021માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ રિઝવા બનાવ્યો હતો. એટલું જ નહીં, સૂર્યકુમાર વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.
સૂર્યકુમારે 2022માં ટી20માં સૌથી વધુ રન બનાવ્યા
વર્ષ 2022માં અત્યાર સુધીમાં, સૂર્યકુમાર યાદવે 28 મેચની 28 ઇનિંગ્સમાં 44.34ની એવરેજ અને 185.79ની સ્ટ્રાઇક રેટ સાથે 1020 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારની બાબતમાં તે નંબર 1 પર છે. તેણે 28 ઇનિંગ્સમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 23 મેચમાં 924 રન બનાવનાર મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે.