IND-W vs ENG-W T20: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની આજની મેચ ક્યાંથી ને કેટલા વાગે જોઇ શકાશે લાઇવ, જાણો
કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આઇસીસી મહિલા ટી20 2023માં જીત સાથે શરૂઆત કરી ચૂકી છે, અને શરૂઆતની બન્ને મેચોમાં જીત હાસંલ કરી ચૂકી છે,
IND-W vs ENG-W T20: ભારતીય ટીમ આજે ફરી એકવાર મેદાનમાં જોવા મળશે, સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમની ટક્કર ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામે થવાની છે. બન્ને ટીમો આજની મેચમાં ખાસ રણનીતિ સાથે ઉતરશે કેમ કે આજની મેચ જીતીને બન્ને ટીમો સેમિ ફાઇનલમાં જગ્ગા પાક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આઇસીસી મહિલા ટી20 2023માં જીત સાથે શરૂઆત કરી ચૂકી છે, અને શરૂઆતની બન્ને મેચોમાં જીત હાસંલ કરી ચૂકી છે, ટીમ ઇન્ડિયા પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ટીમોને હરાવીને આજે ઇંગ્લેન્ડ સામે જીતના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. જાણો આજની મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગ્યાથી જોઇ શકાશે લાઇવ....
ક્યાંથી જોઇ શકાશે મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડની લાઇવ મેચ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 18 ફેબ્રુઆરીએ રમાનારી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેથના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકાશે. આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે.
હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ગૃપ બીમાં છે. આ ગૃપમાં આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને પાકિસ્તાનની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે.
આઇસીસી મહિલા ટી20 રેન્કિંગની વાત કરીએ તો, હાલમાં ભારતીય મહિલા ટીમ ટી20માં આંતરરાષ્ટ્રીય ટી20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે. જ્યારે ઇંગ્લેન્ડની મહિલા ટીમ રેન્કિંગમાં બીજા નંબરે છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમનુ પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે.
Indian team during training session.
— Thewomencricketworld (@Thewomencricke1) February 17, 2023
📷: Matthew Lewis-ICC/ICC via Getty Images#T20WorldCup2023 #INDVENG #CricketTwitter #CricketTwitter pic.twitter.com/NgSHBVyJtV