Women Asia Cup IND vs SL: એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મેચ, જાણો કેટલા વાગ્યાથી જોઇ શકશો લાઇવ પ્રસારણ ?
વિમેન્સ એશિયા કપ 2022 બાંગ્લાદેશમાં એક ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે
નવી દિલ્હી: વિમેન્સ એશિયા કપ 2022 બાંગ્લાદેશમાં એક ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ એશિયા કપમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માંગશે. હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ શનિવારે શ્રીલંકા સામે રમશે.
Excitement Levels 🆙! 👏 👏
— BCCI Women (@BCCIWomen) September 30, 2022
All set for the #AsiaCup2022! 👍 👍 pic.twitter.com/VlVzXOUxLN
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની પ્રથમ મેચ 1 ઓક્ટોબરના રોજ યજમાન બાંગ્લાદેશ અને થાઈલેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા પણ આ જ દિવસે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. એશિયા કપની તમામ મેચો સિલ્હેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સ્પર્ધામાં અન્ય છ ટીમો ભારત, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, થાઈલેન્ડ અને ઉભરતી UAE છે.
આ ટુર્નામેન્ટ રોબિન રાઉન્ડ ફોર્મેટમાં રમાશે. એશિયા કપ 2022માં દરેક મહિલા ટીમ કુલ 6 મેચ રમશે, જેમાં તેઓ એક વખત બીજી ટીમનો સામનો કરશે. લીગ તબક્કાના અંત પછી પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. બંને સેમિફાઇનલની વિજેતાઓ 15 ઓક્ટોબરે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.
બાંગ્લાદેશની મહિલાઓ અને થાઈલેન્ડની મહિલાઓ 1 ઓક્ટોબર (શનિવાર)ના રોજ ઓપનિંગ મેચમાં સામસામે ટકરાશે. બીજી મેચમાં ભારતની મહિલા અને શ્રીલંકાની મહિલા ખેલાડીઓ એકબીજા સાથે ટકરાશે. મહિલા એશિયા કપ 2022 દરમિયાન કુલ 25 મેચો રમાશે. તમામ 7 ટીમોએ મહિલા એશિયા કપ 2022 માટે તેમની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. બિસ્માહ મારૂફ પાકિસ્તાન મહિલા ટીમની કેપ્ટન છે. ચમારી અટાપટ્ટુ શ્રીલંકાની મહિલા ટીમની કેપ્ટન છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ ભારતીય સમયાનુસાર બપોરે એક વાગ્યે શરૂ થશે. તમે ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ ટુર્નામેન્ટ જોઈ શકો છો. તમે Disney+ Hotstar પર આ ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.