શોધખોળ કરો
Advertisement
મોટેરાની પીચને લઇને બન્ને ટીમોએ રાતોરાત શું બનાવી દીધી ખાસ રણનીતિ, જાણો વિગતે
ખાસ વાત છે કે અમદાવાના મોટેરાનુ ગ્રાઉન્ડ બન્ને ટીમો માટે નવુ છે, જેથી પીચને લઇને પણ કોઇને અંદાજો નથી. એક રિપોર્ટ પ્રમાણે મોટેરાની પીચ પેસ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે. જેથી બન્ને ટીમોએ પોતાની ટીમમાં ફાસ્ટ બૉલરોને વધુ મહત્વ આપવાનુ નક્કી કર્યુ છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટેસ્ટ શરૂ થવાની છે, બન્ને ટીમો આજે ડે-નાઇટ ટેસ્ટ માટે ટકરાશે. પરંતુ ખાસ વાત છે કે અમદાવાના મોટેરાનુ ગ્રાઉન્ડ બન્ને ટીમો માટે નવુ છે, જેથી પીચને લઇને પણ કોઇને અંદાજો નથી. એક રિપોર્ટ પ્રમાણે મોટેરાની પીચ પેસ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે. જેથી બન્ને ટીમોએ પોતાની ટીમમાં ફાસ્ટ બૉલરોને વધુ મહત્વ આપવાનુ નક્કી કર્યુ છે.
ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો મોટેરાની પીચને લઇને પોતાની ટીમમાં પેસ બૉલરોને સામેલ કરવાની રણનીતિ પર કામ કરવા લાગ્યા છે. જે અનુસાર ભારતીય ટીમમાં આજની ડે-નાઇટ ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહનુ રમવુ નક્કી છે. જ્યારે ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ઉમેશ યાદવે પણ વાપસની સંકેત આપી દીધા છે. આ રીતે ભારતીય ટીમમાં પેસ એટેકમાં બુમરાહ, ઉમેશ અને ઇશાન્તની જોડી ધમાલ મચાવવા તૈયાર થઇ ગઇ છે.
બીજીબાજુ ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો મોટેરાની પીચને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડે જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસનને ફરીથી ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે સ્પીનર તરીકે મોઇન અલીની જગ્યાએ કોઇને સ્થાન આપવામાં આવ્યુ નથી.
અગાઉ રિપોર્ટમાં કહેવાયુ હતુ કે મોટેરાની પીચ બે પ્રકારની હોઇ શકે છે, એક કાળી માટીની અને બીજી લાલ માટીની. જોકે કઇ પીચનો ઉપયોગ કરાશે તેનો ખુલાસો નથી થયો, માની શકાય કે આ પીચો ફાસ્ટ બૉલરોને વધુ અનુકુળ સાબિત થઇ શકે છે.
ઇંગ્લેન્ડ ટીમઃ-
જેક ક્રાઉલી, ડૉમ સિબલી, જૉન બેયરર્સ્ટો, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, જેક લીચ, ક્રિસ વૉક્સ/માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.
ભારતીય ટીમઃ-
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion