IND vs PAK: ભારતે ફરી પાકિસ્તાનને ધૂળ ચટાડી, તિલક વર્મા અને અભિષેક શર્માની તોફાની બેટિંગ
IND vs PAK Asia Cup: ભારત A એ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 માં પાકિસ્તાન A ને 7 રનથી હરાવ્યું છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત છે.
Pakistan Beats India Emerging Teams Asia Cup 2024: ભારત A એ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 માં પાકિસ્તાન A ને 7 રનથી હરાવ્યું છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 183 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 176 રન જ બનાવી શકી અને 7 રનથી મેચ હારી ગઈ. ભારતીય ટીમની જીતમાં બોલરોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત A તરફથી અંશુલ કંબોજે સૌથી વધુ વિકેટ ઝડપી હતી જેણે પાકિસ્તાન ટીમના 3 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા.
India A start the #MensT20EmergingTeamsAsiaCup 2024 with a 7-run win over Pakistan A 👌👌
— BCCI (@BCCI) October 19, 2024
For his three-wicket haul, Anshul Kamboj is adjudged the Player of the Match 👏👏
Scorecard ▶️ https://t.co/9UzgL3ojbu#TeamIndia | #ACC | #INDAvPAKA pic.twitter.com/mrMP3pHRwm
ભારત A એ પાકિસ્તાન A ને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા, જેમણે 35 બોલમાં 44 રન બનાવ્યા. તેના સિવાય અભિષેક શર્માએ 35 રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ આઉટ થયા બાદ તેણે પાકિસ્તાની બોલર સુફિયાન મુકીમ સાથે ઝઘડો થયો હતો. પ્રભસિમરન સિંહ અને નિહાલ વાઢેરાએ અનુક્રમે 36 અને 25 રનનું યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાની બેટિંગ અંતમાં નિષ્ફળ રહી
જ્યારે પાકિસ્તાન લક્ષ્યનો પીછો કરવા આવી ત્યારે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે મોહમ્મદ હેરિસ અને ઓમર યુસુફ 21 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. તે પછી, યાસિર ખાન અને કાસિમ અકરમ વચ્ચે 54 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે અપૂરતી સાબિત થઈ. અરાફત મિન્હાસે 41 રન અને અબ્દુલ સમદે પણ 25 રન બનાવ્યા હતા. અંતમાં અબ્બાસ આફ્રિદીએ 9 બોલમાં 18 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ જીતથી 7 રન દૂર રહી હતી.
ભારતીય બોલિંગની વાત કરીએ તો અંશુલ કંબોજ સૌથી અસરકારક સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય રસિક દાર સલામ અને નિશાંત સિંધુએ 2-2 વિકેટ લીધી હતી. હવે ભારત Aની આગામી મેચ 21મી ઓક્ટોબરે UAE સામે થશે, જેણે પોતાની પ્રથમ મેચમાં ઓમાનને 4 વિકેટે હરાવ્યું છે.
આ પણ વાંચો...