શોધખોળ કરો

India vs Sri Lanka: આવતીકાલે રાજકોટની મહેમાન બનશે ટીમ ઈન્ડિયા, ખેલાડીઓેને ફાફડા અને અડદીયા સહિતના વ્યંજનો પીરસાશે

India vs Sri Lanka: રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકાની ટી-20 મેચ આગામી સાત તારીખના રોજ રમવાની છે. જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાળ તૈયારીઓ કરવામાં આવી છે.

India vs Sri Lanka: રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકાની ટી-20 મેચ આગામી સાત તારીખના રોજ રમવાની છે. જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાળ તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટમાં આવતીકાલે ભારત શ્રીલંકાની ટીમનું આગમન થશે. રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાઠીયાવાડી ગરબાથી ટીમોનું સ્વાગત થશે. બન્ને ટીમના ખેલાડીઓ ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે. આ ઉપરંત ભારતીય ક્રિકેટરોને કાજુ ગાઠીયાનું શાક પણ પીરસવામાં આવશે.

7 જાન્યુઆરીએ ટી 20 ક્રિકેટ મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂમની અંદર ક્રિકેટરો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાર્દિક પડ્યા માટે પ્રેસિડેન્સિય રૂમ રાખવામાં આવ્યો છે. હોટેલ ખાતે આવતીકાલે કાઠીયાવાડી રીત રસમ મુજબ ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરીને ક્રિકેટરોનું રાજકોટમાં સ્વાગત કરવામાં આવશે.

7 જાન્યુઆરીએ ખંઢેરી સ્ટેડિયમમાં જંગ જામશે

ટીમ ઇન્ડિયાના ક્રિકેટરરોને લેવીસ સુવિધા આપવા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. હોટેલમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, હાર્દિક પંડ્યા 120 સેકન્ડમાં ફિલ્મ ડાઉનલોડ કરી શકશે. હોટેલ સયાજીમાં હાર્દિક પંડ્યા રાહુલ દ્રવીડને પ્રેસિડેન્ટસિયલ સ્યુટ રૂમ અપાશે.

ભારત-શ્રીલંકા વચ્ચે આજે બીજી T20

ભારત અને શ્રીલંકા વચ્ચે T20ની સિરિઝની બીજી મેચ આજે પુણેમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સીરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયામાં શું થશે બદલાવ

પ્રથમ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર શિવમ માવી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. માવીએ 22 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં પણ તમામની નજર માવી પર રહેશે. ટીમ ઈન્ડિયા પોતાના બોલિંગ આક્રમણમાં કોઈ ફેરફાર નહીં કરે. જો કે જો અર્શદીપ સિંહ ફિટ થઈ જશે તો તેને હર્ષલ પટેલના સ્થાને તક આપવામાં આવી શકે છે.  આ ઉપરાંત સંજુ સેમસનના સ્થાનેપણ બદલાવ થઈ શકે છે. માવી સિવાય શુભમન ગિલે પણ પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ગિલ માત્ર સાત રન જ બનાવી શક્યો અને ભારત અને હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શરૂઆતનો કોયડો ઉકેલવા માટે છોડી દીધી. પંડ્યા અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાનારી બીજી ટી20 મેચમાં ગિલને વધુ એક તક આપવાની આશા રાખશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી

સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો

મુંબઈમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. કેચ પકડતી વખતે સંજુ સેમસનને ઘુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરાયો છે. પ્રથમ T20 મેચમાં સંજુ સેમસન નિષ્ફળ ગયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.

શ્રેણીમાં ભારત 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Embed widget