(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC, Indian Squad: T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત ? જાણો કેટલા ગુજરાતીને મળ્યું સ્થાન
T20 World Cup, Team India Players List દુબઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ અપેક્ષા મુજબ પસંદ થયા છે.
T20 World Cup 2021: દુબઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ અપેક્ષા મુજબ પસંદ થયા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.તે સિવાય ત્રણ ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. બીસીસીઆઇએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને વર્લ્ડકપ માટે મોટી જવાબદારી સોંપી છે. સચિવ જય શાહના મતે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ટી-20 વર્લ્ડકપ માટે ટીમનું માર્ગદર્શન કરશે.
ટીમ ઇન્ડિયાઃ
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડબાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર
ધવન, ચહલ, અને ઐય્યર સહિત આ ખેલાડીઓને ન મળ્યુ સ્થાન
શિખર ધવન, શ્રેયસ ઐય્યરને 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, ઐય્યરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. તે સિવાય ઇજાના કારણે વોશિંગ્ટન સુંદર પણ ટીમનો હિસ્સો નહી રહે. આશ્વર્યની વાત એ છે કે વર્લ્ડકપની ટીમમાં કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલને સ્થાન મળ્યું નથી.
ટી-20 વર્લ્ડકપમાં ભારતનું કેવું છે શિડ્યૂલ
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વોલિફાય કરનારી ટીમ (બી-1) સામે રમશે.
ભારત સામે ટકરાશે પાકિસ્તાનની આ ટીમ
સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 15 સભ્યો અને 3 રિઝર્વ ખેલાડીની જાહેરાત કરી હતી. જેમાં સિનિયર ખેલાડી શોએબ મલિક અને સરફરાઝ અહમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનની ટીમ નીચે મુજબ છે.
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ, હફીઝ, શાહિન અફરિદી, રાઉફ, આસિફ અલી, આઝણ ખાન, ખુશદિલ, હસનેન, રિઝવાન, નવાઝ, વસીમ અને શોએબ
સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....
હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ