શોધખોળ કરો

U19 Asia Cup 2021 Final: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં શ્રીલંકાને નવ વિકેટથી આપી હાર

ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમે યશ ધુલની કેપ્ટનશીપમાં શ્રીલંકાની અંડર-19 ટીમને હરાવી એશિયા કપ 2021નું ટાઇટલ જીતી લીધુ છે.

U19 Asia Cup 2021: ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમે યશ ધુલની કેપ્ટનશીપમાં શ્રીલંકાની અંડર-19 ટીમને હરાવી એશિયા કપ 2021નું ટાઇટલ જીતી લીધુ છે. વર્ષ 2021ના અંતિમ દિવસે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમે એશિયન ચેમ્પિયન બની હતી. આ ટુનામેન્ટમાં ટીમ ઇન્ડિયાની સફર શાનદાર રહી હતી અને અંતમાં ચેમ્પિયન બની હતી.

આ સાથે જ ભારતીય અંડર 19 ટીમે આઠમી વખત ટાઇટલ જીત્યું છે. જોકે વર્ષ 2012માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા બન્યા હતા. ફાઇનલ મેચમાં ભારતનું પ્રદર્શન યુએઇમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં વરસાદે વિઘ્ન પેદા કર્યું હતું. દરમિયાન શ્રીલંકાએ 38 ઓવરમાં નવ વિકેટ પર 106 રન બનાવ્યા છે. વરસાદના કારણે ડકવર્થ લૂઇસના નિયમોના આધાર પર મેચ 38-38 ઓવરની કરી દેવામાં આવી હતી અને બાદમાં ભારતને જીતવા માટે 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો ભારતીય ટીમે સરળતાથી કરી દીધો હતો. પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ તરફથી બેસ્ટ સ્કોર કરનાર બેટ્સમેન યાશિરૂ રોડ્રિગો રહ્યો જેણે અણનમ 19 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી વિક્કી ઓસવાલે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કૌશલ તાંબેએ બે સફળતા મેળવી હતી. તે સિવાય રાજવર્ધન હેંગકગેકર, રવિ કુમાર અને રાજ બાવાએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતની પ્રથમ વિકેટ હરનૂર સિંહના રૂપમાં પડી હતી. બાદમાં અંગક્રિશ રઘુવંશીએ અણનમ 56 રન અને શેખ રશીદે અણનમ 31 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાને નવ વિકેટે જીત અપાવી હતી. ભારતે 21.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 104 રન બનાવી ફાઇનલ મેચ જીતી લીધી હતી. અંગક્રિશે ચોગ્ગો ફટકારી ટીમને ચેમ્પિયન બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ

Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ

Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?

Embed widget