જો આવું થશે તો ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર નિશ્ચિત, દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ સામે ભીડશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી લીગ મેચ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જો કે, બંને ટીમોએ પહેલેથી જ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

India vs Australia semi-final: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે અને હવે ક્રિકેટ ચાહકો સેમિફાઇનલ મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાણો, સેમીફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે અને ભારત માટે કયો પડકાર રાહ જોઈ રહ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી લીગ મેચ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જો કે, બંને ટીમોએ પહેલેથી જ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગ્રુપ-બીમાંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. હવે સૌની નજર એ વાત પર છે કે સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા કઈ ટીમ સામે ટકરાશે. ક્રિકેટના ઘણા જાણકારો અને ચાહકો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચની શક્યતા જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પ્રથમ સેમિફાઇનલ મેચ 4 માર્ચે દુબઈમાં રમાશે, જેમાં ટીમ ઈન્ડિયા ચોક્કસપણે રમશે. બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં જ રમશે તે નક્કી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ ક્યારે થશે?
જો ભારતીય ટીમ રવિવારે ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ થાય છે, તો સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કર થશે. હકીકતમાં, જો ભારત કીવી ટીમને હરાવશે તો ગ્રુપ-Aમાં ટોચનું સ્થાન મેળવશે. નિયમો અનુસાર, ગ્રુપ-Aની ટોચની ટીમ સેમિફાઇનલમાં ગ્રુપ-બીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે રમશે અને ગ્રુપ-બીમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે.
જો ભારત હારશે તો કોનો સામનો કરશે?
પરંતુ, જો ટીમ ઈન્ડિયા રવિવારે ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે, તો પરિસ્થિતિ બદલાઈ જશે. એવી સ્થિતિમાં સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ગ્રુપ-બીમાં ટોચ પર રહેલી ટીમ એટલે કે દક્ષિણ આફ્રિકા સામે થશે. જો ભારત હારે છે, તો ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેશે અને ગ્રુપ Bના ટોપર સામે સેમિફાઇનલ રમશે.
એક વધારાની માહિતી એ પણ છે કે જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. જો ભારત ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહે છે, તો ફાઇનલ મેચ પાકિસ્તાનમાં યોજાશે.
હવે તમામ ચાહકો રવિવારની ભારત-ન્યુઝીલેન્ડ મેચ પર નજર રાખીને બેઠા છે, જેના પરિણામ પર સેમિફાઇનલની લાઇનઅપ નક્કી થશે. ક્રિકેટનો રોમાંચ ચરમસીમા પર છે અને સેમિફાઇનલ મેચો ખૂબ જ રસપ્રદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો....




















