IND vs AUS: બેટિંગ કે બૉલિંગ.... આજે કેવો રહેશે પીચનો મિજાજ, જાણો કોણે કરશે વિશાખાપટ્ટનમની પીચ વધુ મદદ....
ઉલ્લેખનીય છે કે, આ પીચ પર છેલ્લી 9 વનડે મોચમાં પહેલા બેટિંગ કરતાં 265 રનોનો એવરેજ સ્કૉર રહ્યો છે. આ નવ વનડેમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમે પાંચ મેચોમાં જીત હાંસલ કરી છે,
IND-AUS Visakhapatnam Pitch Report: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ (IND vs AUS) ની વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝની બીજી વનડે મેચ રમાશે. આજની મેચ (IND vs AUS 2nd ODI) વિશાખાપટ્ટનમના વાય એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં (Y.S. Rajasekhara Reddy Cricket Stadium) રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના રેગ્યૂલ કેપ્ટન રોહિત શર્માની વાપસી લગભગ નક્કી છે. હાલમાં પ્રથમ મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ સીરીઝમાં પહેલાથી જ 1-0ની લીડ બનાવી લીધી છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયા જીતી સાથે સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે તો સ્ટીવ સ્મિથની આગેવાની વાળી કાંગારુ ટીમે આજે જીત સાથે સીરીઝમાં બરાબરી કરવા મહેનત કરશે. આજની મેચ પહેલા જાણો અહીં કેવી છે વિશાખાપટ્ટનમની પીચ...
આવી છે વિશાખાપટ્ટનમની પીચ -
વિશાખાપટ્ટનમના વાય એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં લગભગ ત્રણ વર્ષ બાદ વનડે મેચ રમાઇ રહી છે. આ પહેલા વર્ષ 2019 માં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આ મેદાન પર વનડે મેચ રમી હતી. તાજેતરમાં જ આ મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 મેચ રમાઇ હતી અને આ મેદાન પર ખુબ ધીમી ગતિથી રમ બન્યા હતા. જોકે,આ પીચ પર બેટ્સમેનોનો વધુ મદદ મળવાની છે.
ઉલ્લેખનીય છે કે, આ પીચ પર છેલ્લી 9 વનડે મોચમાં પહેલા બેટિંગ કરતાં 265 રનોનો એવરેજ સ્કૉર રહ્યો છે. આ નવ વનડેમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમે પાંચ મેચોમાં જીત હાંસલ કરી છે, જોકે, આ પીચ પર બેટ્સમેનો ફાસ્ટ બૉલરો પર સંઘર્ષ કરતાં જોવા મળ્યા છે. વિશાખાપટ્ટનમમાં ભેજની સંભાવના ખુબ ઓછી છે. જેથી ટૉસ જીતનારો કેપ્ટને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો લેવો પડશે.
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આજની બીજી વનડે મેચ (19 માર્ચે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ્સ પર કરવામાં આવીશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
કેવી છે બન્ને ટીમોની સ્કવૉડ ?
ભારતીય ટીમ -
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયન ટીમ -
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.