IND vs AUS 2023: સ્ટીવ સ્મિથને બૉલ્ડ કરીને રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો એક અનોખો રેકોર્ડ, જાણો ડિટેલ્સ
આ વિકેટની સાથે જ રવિન્દ્ર જાડેજાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો, રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટ મેચોમાં સ્ટીવ સ્મિથને સૌથી વધુ વાર બૉલ્ડ કરી ચૂક્યો છે.
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આજથી બન્ને ટીમો વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે બન્ને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બે ટેસ્ટ મેચો જીતીને સીરીઝમાં પહેલાથી 2-1થી લીડ બનાવી લીધી છે. આજથી શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચ ભારતીય ટીમ માટે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ખુબ મહત્વની છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિઆએ સારી શરૂઆત કરી હતી, આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ એકવાર ફરીથી ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને બૉલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો હતો.
આ વિકેટની સાથે જ રવિન્દ્ર જાડેજાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો, રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટ મેચોમાં સ્ટીવ સ્મિથને સૌથી વધુ વાર બૉલ્ડ કરી ચૂક્યો છે. રવિન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચોમાં 4 વાર બૉલ્ડી કરીને આઉટ કર્યો છે, જે સૌથી વધુ છે, જ્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 3 વાર સ્મિથને બૉલ્ડ કરવાનુ કારનામુ કરી ચૂક્યો છે.
સ્ટીવ સ્મિથને સૌથી વધુ વાર બૉલ્ડ કરનારા બૉલર -
- રવિન્દ્ર જાડેજા બાદ બીજા નંબર પર ઇંગ્લેન્ડનો ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસનનું નામ આવે છે, જેને સ્ટીવ સ્મિથને ટેસ્ટ ક્રિકેટમાં બે વાર બૉલ્ડ કર્યો છે.
- ત્રીજા નંબર પર પણ ઇંગ્લેન્ડનો જ ફાસ્ટ બૉલર સ્ટૂર્ટ બ્રૉડ છે, જેને ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથને બે વાર બૉલ્ડ કર્યો છે.
- ચોથા નંબર પર ભારતનો ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમાર છે, જેને પણ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથને બે વાર બૉલ્ડ કર્યો છે.
- આ લિસ્ટમાં પાંચમા નંબર પર શ્રીલંકાના પૂર્વ સ્પિનર રંગાના હેરાથનુ નામ આવે છે, તેને પણ પોતાની કેરિયર દરમિયાન સ્ટીવ સ્મિથને ટેસ્ટ મેચોમાં બે વાર બૉલ્ડ કર્યો હતો.
IND vs AUS, 4th Test, Day 1 Highlights: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 255/4
Border Gavaskar Trophy, 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમરૂન ગ્રીન 49 રને રમતમાં હતા. ભારત તરફથી શમીને 2, જાડેજા અને અશ્વિનને 1-1 સફળતા મળી.
મજબૂત શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ટ્રેવિડ હેડ (32 રન) અને ઉસ્માન ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ કરી હતી. અશ્વિને હેડને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. માર્નસ લાબુશેન 3 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. જે બાદ સ્ટીવ સ્મિથ (38 રન) અને ઉસ્માન ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. પિટર હેંડસકોમ્બ 17 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો.
ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.
ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ -
ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.