Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત
વિશ્વ પ્રસિદ્ધ મોરબીનો સિરામીક ઉદ્યોગ. ચીન સાથે સીધી સ્પર્ધા કરનાર આ ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ આપેલી માહિતી પ્રમાણે. હાલ પ્રોડક્શન પ્રમાણે માગ નથી. સામાન્ય રીતે શિયાળામાં ડોમેસ્ટિક માર્કેટમાં તેજી રહે છે. જો કે આ વર્ષે પરિસ્થિત અલગ જ છે. એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં તો ડીમાંડ નથી જ. સાથે એક્સપોર્ટમાં પણ ઘટાડો થઈ રહ્યાનો અંદાજ છે. કેન્ટનર ભાડામાં વધારો, એન્ટિ ડમ્પિંગ ડ્યુટી ઈસ્યૂથી એક્સપોર્ટ ઘટી રહ્યું છે. આ વર્ષે 12 હજાર કરોડનું એક્સપોર્ટ થવાની શક્યતા છે. જો કે વર્ષ 2023માં 18 હજાર કરોડ રુપિયાનો માલ-સામાન એક્સપોર્ટ કરાયો હતો. છેલ્લા એક-બે વર્ષમાં 150 યુનિટ બંધ પડવાની ફરજ પડી. જેને લઈ શ્રમિકોની રોજગારી પર અસર થઈ રહી છે. અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોએ વતનની વાટ પકડી.

















