શોધખોળ કરો
Advertisement
IND v AUS: ચોથી ટેસ્ટના ત્રીજા દિવસની રમત કેમ અડધો કલાક વહેલી શરૂ થશે, જાણો શું છે કારણ
બીજા દિવસે ટી લંચ બાદ વરસાદ પડતાં મેચ શરૂ થઈ શકી નહોતી. જેના કારણે ત્રીજા દિવસની રમત અડધો કલાક વહેલા શરૂ થશે. ચોથા અને પાંચમા દિવસે પણ વરસાદની સંભાવના છે.
બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગમાં 369 રનનો પીછો કરતાં ભારતે બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 44 અને ગિલ 7 રન બનાવી આઉટ થયા હતા. હાલ પુજારા અને રહાણે મેદાનમાં છે. ટી લંચ બાદ વરસાદ પડતાં મેચ શરૂ થઈ શકી નહોતી. જેના કારણે ત્રીજા દિવસની રમત અડધો કલાક વહેલા શરૂ થશે. ચોથા અને પાંચમા દિવસે પણ વરસાદની સંભાવના છે.
ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનીએ પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી 274 રન કર્યા હતા.. હાલ ચાર મેચની સીરિઝ 1-1થી બરાબર છે. જે આ મેચ જીતશે તેના નામે સીરિઝ થશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત વી.સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion