શોધખોળ કરો
Advertisement
India vs Australia: મોહમ્મદ સિરાજ થયો ભાવુક, 5 વિકેટ લીધા બાદ પિતાને કર્યાં યાદ, જુઓ વીડિયો
ભારતના તેજ બોલર મોહમ્મદ સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી પારીમાં 5 વિકેટ લીધી, આ અવસરે તે ભાવુક થયો અને મેદાન પર પિતાને યાદ કર્યો જુઓ વીડિયો
ભારતના તેજ બોલર મોહમ્મદ સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી પારીમાં 5 વિકેટ લીધી, બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી પારીમાં સિરાજે 73 રન આપીને 5 વિકેટ લેતા, તે ગાબાના મેદાન પર એક પારીમાં 5 કે તેનાથી વધુ વિકેટ લેનાર ખેલાડીની યાદીમાં સામેલ થઇ ગયો.
ત્રીજો ટેસ્ટ રમી રહેલા સિરાજે જોશ હેજલવૂડને શાર્દૂલ ઠાકુરના હાથે કેચ કરાવીને પાંચમી વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 294 રન કરીને સમેટાઇ. ભારતને સીરિઝ પર કબ્જો કરવા માટે 328 રનનું લક્ષ્યાંક મળ્યું છે.
26 વર્ષિય સિરાજે ઓસ્ટ્રેલિયાની પારી દરમિયાન માર્નશ લાબુશેન, મેથ્યૂ વેડ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્કની વિકેટ લીધી,
એક ઓસ્ટ્રેલિયાના મેચ દરમિયાન જ સિરાજના પિતાનું નિધન થઇ ગયું હતું. સિડની ટેસ્ટમાં રાષ્ટ્રગાન સમયે તેઓ ભાવુક થઇ ગયા હતા.
ત્યારબાદ સિડની અને આ ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોએ જે રીતે તેના પર રંગભેદની ટિપ્પણી કરી હતી. તે ખૂબ જ શરમજનક હતું. આવા વર્તનથી કોઇપણ ખેલાડી તૂટી જાય જો કે સિરાજે ભાવના પર કાબૂ રાખ્યો. સિડની અને બ્રિસ્બેન બંને મેચમાં સિરાજે શાનદાર બોલિંગ કરી. આ બધી જ વસ્તુ બતાવે છે કે તેમનું ક્રિકેટ માટે કેટલું સમર્પણ છે.The moment Mohammed Siraj broke through for his first five-wicket haul in Test cricket! @VodafoneAU | #AUSvIND pic.twitter.com/xZgHvrVgZE
— cricket.com.au (@cricketcomau) January 18, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion