શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v AUS: કેમ કોહલી કરતાં રહાણે સારો કેપ્ટન સાબિત થયો, જાણો વિગતે
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટી લીવ પર હોવાથી ભારતનું સુકાની પદ અજિંક્ય રહાણે સંભાળી રહ્યો છે.
મેલબર્નઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટી લીવ પર હોવાથી ભારતનું સુકાની પદ અજિંક્ય રહાણે સંભાળી રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં તેણે જે રીતે કેપ્ટનશિપ કરી તેને લઇ ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થઈ રહી છે. ભારત સહિત ક્રિકેટ વિશ્વના અનેક પૂર્વ ક્રિકટર, કોમેન્ટેટર તેની કેપ્ટનશિપની પ્રશંસા કરી રહ્યા છે.
દરેક ફેંસલો પડ્યો સાચો
બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો હતો પરંતુ રહાણેએ સમજદારી પૂર્વક બોલિંગમાં બદલાવ કરીને યજમાન ટીમના બેટ્સમેનો પર દબાણ વધાર્યું હતુ. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને જલદી બોલિંગમાં લાવવાનો ફેંસલો હોય કે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી સીરાજને બોલિંગ આપવાનો નિર્ણય હોય દરેકમાં તે સચોટ સાબિત થયો હતો.
આ વિકેટ બની ટર્નિંગ પોઇન્ટ
મેચમાં રહાણેએ શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને તક આપી. જેનો લાભ મળ્યો. સિરાજે બે વિકેટ લેવાની સાથે કેચ પણ કર્યા, જ્યારે શુભમન ગિલે ઓસ્ટ્રેલિયાની ઇનફોર્મ બેટ્સમેન લાબુશાનેનો શાનદાર કેચ પકડ્યો હતો. જે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ વિખેરાઇ ગઇ હતી.
પૂંછડિયાને સસ્તામાં સમેટ્યા
રહાણેએ બોલિંગમાં બદલાવ અને ફિલ્ડરોને યોગ્ય સ્થાને ઉભા રાખ્યા હતા. તેણે કેટલીક યોજના બનાવી હતી. જેની ઝાળમાં સ્ટિવ સ્મિથ ફસાઇ ગયો હતો અને ભારતને મોટી સફળતા મળી હતી. કોહલીની કેપ્ટનશિપમાં દરેક વખતે પૂંછડીયા બેટ્સમેનો ભારત માટે માથાનો દુઃખાવો બનતા હોય છે પણ રહાણેએ સમજદારી ભરી કેપ્ટનશિપ કરીને આ વખતે તેમ ન થવા દીધું.
હવે આ દેશે વિદેશીઓના આવવા પર લગાવ્યો પ્રતિબંધ, દેશવાસીઓ માટે બનાવ્યો ફરજીયાત ટેસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion