શોધખોળ કરો
પોન્ટિંગની ભવિષ્યવાણી- વન-ડે સીરિઝમાં ભારતને 2-1થી હરાવશે ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે ટ્વિટર પર પોતાના પ્રશંસકો સાથેની વાતચીતમાં અનેક સવાલોના જવાબો આપ્યા હતા.
![પોન્ટિંગની ભવિષ્યવાણી- વન-ડે સીરિઝમાં ભારતને 2-1થી હરાવશે ઓસ્ટ્રેલિયા India vs Australia: Ricky Ponting predicts winner of ODI series પોન્ટિંગની ભવિષ્યવાણી- વન-ડે સીરિઝમાં ભારતને 2-1થી હરાવશે ઓસ્ટ્રેલિયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/13200041/4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભવિષ્યવાણી કરી છે કે ભારત મંગળવારથી શરૂ થઇ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચની સીરિઝ 2-1થી હારશે. સ્થાનિક સીઝનમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની સીરિઝ જીતી હતી. બીજી તરફ ભારત છેલ્લા વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-3થી મળેલી સીરિઝ હારનો બદલો લેવા માટે આતુર હશે. ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે ટ્વિટર પર પોતાના પ્રશંસકો સાથેની વાતચીતમાં અનેક સવાલોના જવાબો આપ્યા હતા.
જ્યારે એક પ્રશંસકે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વન-ડે સીરિઝના પરિણામની ભવિષ્યવાણી કરવાનું કહેતા પોન્ટિંગે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતશે. પોન્ટિંગે કહ્યું કે, ,વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન અને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર સત્ર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. પરંતુ ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની છેલ્લી વન-ડે સીરિઝની હારનોબદલો લેવા આતુર હશે. પોન્ટિંગે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા 2-1થી સીરિઝ જીતશે.
માર્નસ લાબુશેન ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કરે તેવી સંભાવના છે જેને લઇને પોન્ટિંગે કહ્યું કે તે મધ્યમક્રમમાં ઓસ્ટ્રેલિયા સામે સારુ પ્રદર્શન કરશે. નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 3-2થી વન-ડે સીરિઝ જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)