શોધખોળ કરો
Advertisement
IND v AUS: સિડનીમાં કોરોનાના કેસ વધતાં ત્રીજી ટેસ્ટને લઈ લેવામાં આવ્યો મોટો નિર્ણય, જાણો વિગત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નિક હોકલે એક નિવેદનમાં કહ્યું, વૈશ્વિક મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ રહે તે હંમેશા સુનિશ્ચિત કર્યુ છે. તમામની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટના બેક અપ તરીકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિઝર્વ રાખવાની પુષ્ટિ કરવામાં આવી છે. સિડનીમાં કોરોનાના કેસ વધતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને બેક અપ વેન્યૂ તરીકે જાહેર કર્યુ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નિક હોકલે એક નિવેદનમાં કહ્યું, વૈશ્વિક મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ રહે તે હંમેશા સુનિશ્ચિત કર્યુ છે. તમામની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તેથી આ કામ કરવામાં આવી રહ્યું છે. રેકોર્ડ ટેસ્ટિંગ અને ન્યૂ સાઉથ વેલ્સમાં નવા કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ઘટાડાની આશા છે. જો સિડનીમાં સ્થિતિ બગડશે તો અમારી પાસે સ્ટ્રોંગ કંટીજેંસી પ્લાન છે.
કોહલીની ગેરહાજરીમાં રહાણે સીરિઝની બાકીની ત્રણ મેચની કેપ્ટનશિપ કરશે. કોહલી કહી ચુક્યો છે કે મને ભરોસો છે કે રહાણે શાનદાર કામ કરશે. પરંતુ આ વખતે રહાણેની કેપ્ટનશિપ અગ્નિ પરીક્ષાથી જરા પણ ઓછી નથી. રહાણે કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે.
અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી.
જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement