શોધખોળ કરો
IND Vs AUS 2nd Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાને 2 રનની લીડ, 4 વિકેટ હાથમાં
ઉમેશ યાદવે બર્ન્સને 4 રન વિકેટકિપર પંતના હાથમાં કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
![IND Vs AUS 2nd Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાને 2 રનની લીડ, 4 વિકેટ હાથમાં India vs Australia 2nd Test: At end of day 3 Australia leads 2 runs IND Vs AUS 2nd Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાને 2 રનની લીડ, 4 વિકેટ હાથમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/28082809/siraj3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેલબર્નમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 133 રન બનાવી લીધા છે. કેમરૂન ગ્રીન 17 અને પેટ કમિંસ 15 રને રમતમાં છે. ભારતની 131 રનની લીડ બાદ કરતાં હાલ ઓસ્ટ્રેલિયા 2 રન આગળ છે અને 4 વિકેટ બાકી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી એક પણ વિકેટ ભારતીય બોલરો લઇ શક્યા નહોતા.
ઓસ્ટ્ર્લિયા તરફથી મેથ્યુ વેડે સર્વાધિક 40 રન બનાવ્યા હતા. લાબુશાને 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જાડેજાને 2, બુમરાહ, ઉમેશ યાદવ, અશ્વિન અને સિરાજને 1-1 સફળતા મળી હતી.
ભારતે લીધી 131 રનની લીડ
ભારતીય ટીમ ત્રીજા દિવસે સવારે પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. યજમાન ટીમ પર 131 રનની મહત્વપૂર્ણ લીડ લીધી હતી. ભારત તરફથી કેપ્ટન રહાણેએ 112 રન, જાડેજાએ 57 રન બનાવ્યા હતા.
રહાણે ટેસ્ટ કેરિયરમાં પ્રથમવાર રનઆઉટ થયો. તેણે જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 245 બોલમાં 121 રનની પાર્ટનરશીપ કરી હતી.
ભારતઃ અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)