શોધખોળ કરો
Advertisement
IND vs ENG: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
India vs England 1st Test: 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ચેન્નઈઃ આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટથી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. એક વર્ષ બાદ ભારતમાં કોઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમય મુજબ સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે. 9 કલાકે ટોસ થશે. તમામ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે.
કેવો છે ભારતનો રેકોર્ડ
ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં 9 વખત ટક્કર થઈ છે. જેમાંથી 5 ટેસ્ટ ભારત જીત્યું છે. બંને ટીમો વચ્ચે જ્યારે છેલ્લી વખત અહીં ટેસ્ટ રમાઈ હતી ત્યારે ભારતનો ઈનિંગ અને 75 રનથી વિજય થયો હતો. કેએલ રાહુલ 199 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે કરૂણ નાયરે 303 રનની ઈનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી, અજિંક્ય રાહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર
ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ....
ટેસ્ટ સીરીઝ....
પ્રથમ ટેસ્ટઃ
5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે
બીજી ટેસ્ટઃ
13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે
ત્રીજી ટેસ્ટઃ
24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે
ચોથી ટેસ્ટઃ
4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે
ટી20 સીરીઝ....
પ્રથમ ટી20
12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
બીજી ટી20
14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ત્રીજી ટી20
16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ચોથી ટી20
18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
પાંચમી ટી20
20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
વનડે સીરીઝ...
પ્રથમ વનડેઃ
23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
બીજી વનડેઃ
26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
ત્રીજી વનડેઃ
28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion