શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: ભારતનો 317 રનથી શાનદાર વિજય, સીરિઝ 1-1થી બરાબર
India Vs England 2nd Test: ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 53 રનમાં 3 વિકેટ ગુમાવી હતી.
IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટની ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો 317 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3, અશ્વિન 3 તથા કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 43 અને રૂટે 33 રનનું યોગદાન આપ્યું હતું.
અશ્વિન અને ભારતના નામે રહ્યો ત્રીજો દિવસ
ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 53 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. લોરેન્સ 19 અને રૂટ 2 રને રમતમાં હતા. આ પહેલા ભારતીય ટીમ 286 રનમાં ઓલઆઉટ થઈ હતી. અશ્વિને શાનદાર 106 અને કોહલીએ 62 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને જેક લીચે 4-4 વિકેટ ઝડપી હતી.
કેવો રહ્યો બીજો દિવસ
બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 18 ઓવર રમી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા શુભમન ગીલને જેક લીચે 14 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો. જ્યારે રોહિત શર્મા 25 રન અને ચેતેશ્વર પુજારા 7 રને હજુ ક્રિઝ પર હતા. ભારતીય બૉલરોએ બીજા દિવસની રમતમાં જબરદસ્ત પક્કડ બનાવતા ઇંગ્લિશ ટીમને માત્ર 134 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતુ, આ સાથે ભારતને 195 રનની જંગી લીડ મળી હતી. ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
આ પહેલા બીજા દિવસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા 329 રન બનાવી ઓલઆઉટ થયું હતુ. પંત 58 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની ટીમ
ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન
Corona ને હરાવી ચુક્યા હો તો પણ રહેજો Alert, ઠીક થઈ ગયેલા લોકોમાં......
Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત આઠમા દિવસે વધારો, આ શહેરમાં ભાવ પહોંચ્યો 100 રૂપિયાને પાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion