શોધખોળ કરો
Advertisement
Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત આઠમા દિવસે વધારો, આ શહેરમાં ભાવ પહોંચ્યો 100 રૂપિયાને પાર
ચાલુ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા જેટલો વધારો થયો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે.
નવી દિલ્હીઃ મોંઘવારીમાં વધારો અને ટ્રાન્સપોર્ટર્સ દ્વારા હડતાળની ધમકી છતાં ઓઇલ કંપનીઓ ઈંઘણના ભાવ વધારી રહી છે. મંગળવારે દેશમાં સતત આઠમા દિવસે પેટ્રોલના ભાવ વધ્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 30 પૈસા અને ડીઝલ દીઠ 35 પૈસાનો વધારો થયો છે. જે બાજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.29 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 79.70 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.
ચાલુ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા જેટલો વધારો થયો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 86.49 રૂપિયા, અમરેલીમાં 87.73 રૂપિયા, રાજકોટમાં 86.27 રૂપિયા, સુરતમાં 86.69 રૂપિયા અને વડોદરામાં 86.40 રૂપિયા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકાય છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, તમારે આરએસપી અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર માટેનો કોડ જુદો છે, જે તમને આઈઓસીએલ વેબસાઇટ પરથી મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion