શોધખોળ કરો
Advertisement
IND Vs ENG 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઇંગ ઇલેવનમાં થયો બદલાવ
India vs England 2nd Test Day 1 Update: ઈંગ્લેન્ડે ગઈકાલે જ 12 સભ્યોની ટીમ જાહેર કરી હતી.
ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ રમાશે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલે ડેબ્યૂ કર્યું છે. ભારતીય ટીમમાં બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. જ્યારે વોશિંગ્ટન સુંદરના સ્થાને કુલદીપ યાદવને સામેલ કરાયો છે. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રનથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 72 રન બનાવ્યા હતા. જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની ટીમ
ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement