Ind vs Eng 2021: ભારતે 2-1થી જીતી વનડે સીરીઝ, ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું
ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સેમ કરન 95 રન બનાવી નોટાઆઉટ રહ્યો હતો. સેમ કરન શાનદાર ઈનિંગ રમવા છતા ટીમને જીત ન અપાવી શક્યો. ઈન્ડિયાએ ટેસ્ટ અને ટી20 બાદ વનડે સીરીઝમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે.
India vs England 3rd ODI: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સીરીઝની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી લીધી છે. ખૂબ જ રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયા બાજી મારવામાં સફળ થયું છે. આ સાથે જ ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સેમ કરન 95 રન બનાવી નોટાઆઉટ રહ્યો હતો. સેમ કરન શાનદાર ઈનિંગ રમવા છતા ટીમને જીત ન અપાવી શક્યો. ઈન્ડિયાએ ટેસ્ટ અને ટી20 બાદ વનડે સીરીઝમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.
ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી પોતાના નામે કરી છે. આ પહેલાંની પણ બંને સીરિઝ ભારત જીત્યું હતું. આ પહેલાં જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાને 2-1થી અને ડિસેમ્બર 2019માં વેસ્ટ ઇન્ડિઝને 2-1થી માત આપી હતી.
ભારત ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સીરીઝની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને જીત માટે 330 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું હતું. ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પંતે 78 રન બનાવ્યા હતા અને હાર્દિકે 64 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શિખર ધવને 67 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે માર્ક વુડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદે 2, જ્યારે લિયમ લિવિંગ્સ્ટોન, રીસ ટોપ્લે, બેન સ્ટોક્સ, સેમ કરન અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી છે.
ભારતીય ટીમ-વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, રિષપ પંત, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ