શોધખોળ કરો

IND vs ENG: Manchester Test રદ્દ થવાથી ECBને કેટલા કરોડનું થયું નુકસાન ? આંકડો જાણીને ચોંકી જશો

IND vs ENG: બીસીસીઆઈ IPL 14ના બીજા હિસ્સાને દાવ પર લગાવવા નહોતા માંગતું. બીસીસીઆઈએ ઈસીબીને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. રદ્દ કરવામાં આવેલી ટેસ્ટ આગામી વર્ષે રમવાની ઓફર કરી છે.

IND vs ENG:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના 3 સદસ્ય ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ બધા વચ્ચે ટીમમાં કોરોનાનો વધુ એક નવો કેસ સામે આવ્યો હતો. આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોવિડ-19થી સંક્રમિત આવ્યો હતો. જે બાદ બંને દેશો ટેસ્ટ મેચ રદ્દ કરવા સહમત થયા હતા.

અંતિમ ટેસ્ટ રદ્દ થવાના કારણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને આશરે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જોકે બીસીસીઆઈ ઈસીબી સાથે સારા સંબંધ રાખવા માંગે છે તેથી સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં ઈંગ્લેન્જ જઈને બોર્ડના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

ભારે નુકસાનને જોતાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અંતિમ ટેસ્ટ રદ્દ કરવલાના પક્ષમાં નહોતું, ભારતીય ખેલાડીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેચને બે દિવસના વિલંબ બાદ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ રિપોર્ટ્સ મુજબ ભારતીય ખેલાડીઓએ કોરોનાના ડરથી અંતિમ ટેસ્ટ રમવા નહોતા માંગતા.

ગાંગુલી જશે ઈંગ્લેન્ડ

બીસીસીઆઈ કોઈપણ સ્થિતિમાં આઈપીએલ 14ના બીજા હિસ્સાને દાવ પર લગાવવા નહોતા માંગતું. બીસીસીઆઈએ ઈસીબીને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. બીસીસીઆઈએ રદ્દ કરવામાં આવેલી ટેસ્ટ આગામી વર્ષે રમવાની ઓફર કરી છે.  આગામી વર્ષે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં મર્યાદીત ઓવરની સીરિઝ રમશે તે દરમિયાન બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ મેચ પણ રમાઈ શકે છે. આ સંદર્ભે વાત કરવા બીસીસીઆઈ અધ્યક્ષ 22 કે 23 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ જઈ શકે છે.

ઇસીબીએ કહ્યું - ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડની સાથે ચાલી રહેલી વાતચીતના આધાર પર માન્ચેસ્ટરમાં રમાનારી ટેસ્ટ મેચને રદ્દ કરવામાં આવી રહી છે. ભારતીય ખેલાડી કોરોના વાયરસના ખતરાને કારણે ડરેલા હતા અને ઇન્ડિયાની પાસે મેચમાં ઉતરવા માટે પ્લેઇંગ ઇલેવન ન હતી, એટલા માટે મેચને રદ્દ કરવાનો ફેંસલો કરવામા આવ્યો છે.  ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ફેન્સને મેચ રદ્દ થવા માટે માફી માંગી છે. બોર્ડે કહ્યું- અમે અમારા ક્રિકેટ ફેન્સ, ન્યૂઝ પાર્ટનર પાસે માફી માંગીએ છીએ. અમારા કારણે તમારા લોકો માટે અસુવિધાઓ પેદા થઇ. જલદી જ આ મામલામાં વધુ જાણકારી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget