શોધખોળ કરો
Advertisement
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડથી બોલાવાયો આ બેટ્સમેનને, બે વાર ખભો તોડી ચૂક્યો છે....
23 વર્ષીય ઓલી પૉપ મીડિલ ઓર્ડર માટે દમદાર બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ ઇજાના કારણે તેને ટીમમાંથી બહાર રહેવુ પડ્યુ હતુ. તે બે વખત ખભાની ઇજાની સર્જરી કરાવી ચૂક્યો છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝ માટે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં ખાસ બેટ્સમેનને સામેલ કર્યો છે. રિપોર્ટ છે કે ઇંગ્લિશ ટીમમાં 23 વર્ષીય મીડિલ ઓર્ડર બેટ્સમેન ઓલી પૉપને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારત પ્રવાસે આવેલી ટીમમાં ઓલી પૉપ સામેલ ન હતુ, પરંતુ તાત્કાલિક ધોરણે તેને ઇંગ્લેન્ડથી ભારત પ્રવાસ માટે બોલાવવામાં આવ્યો છે.
23 વર્ષીય ઓલી પૉપ મીડિલ ઓર્ડર માટે દમદાર બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ ઇજાના કારણે તેને ટીમમાંથી બહાર રહેવુ પડ્યુ હતુ. તે બે વખત ખભાની ઇજાની સર્જરી કરાવી ચૂક્યો છે. તે સૌથી પહેલા ઇંગ્લિશ સમરની ટેસ્ટમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં બીજીવાર તેને ખભાની ઇજા થતાં ટીમમાંથી બહાર થવુ પડ્યુ હતુ.
ખાસ વાત છે કે ઓલી પૉપ તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવ્યો હતો, અને તેનો ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો થયા બાદ તેને ઇંગ્લિશ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઓલી પૉપને ગયા વર્ષ પાકિસ્તાન વિરુદ્ધ ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઇજા પહોંચી હતી, બાદમાં તે રિહેબિલિટેશનમાં રહ્યો અને હવે ટીમ સાથે જોડાયો છે.
(પ્રતિકાત્મક તસવીર)
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, ઓલી પૉપને ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઇજામાંથી બહાર આવી ચૂક્યો છે. અને મેડિકલ ટીમથી સંતોષકારક જવાબ મળતા તે સિલેક્શન માટે અવેલેબલ છે. પ્રથમ ટેસ્ટમાં સામેલ થવા પર તે મીડિલ ઓર્ડરમાં એટલે કે પાંચમા કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ ભારત સામે સૌથી પહેલા ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમશે, જે 5મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion